
યુવા ભારતીય ઓપનર પૃથ્વી શોને IPL 2026 ના મિની ઓક્શનમાં મોટો ઝટકો લાગ્યો છે. પોતાની આક્રમક બેટિંગ માટે જાણીતા આ ખેલાડીની બેઝ પ્રાઈસ ₹75 લાખ હોવા છતાં કોઈ ટીમે તેમાં રસ ન ધરાવ્યો.

પૃથ્વી શૉની IPL કારકિર્દી ઉતાર-ચઢાવથી ભરેલી રહી છે. તેણે પોતાની કારકિર્દીની શરૂઆત શાનદાર રીતે કરી હતી અને તેને ભારતીય ક્રિકેટમાં આગામી સ્ટાર તરીકે જોવામાં આવતો હતો. પોતાની વિસ્ફોટક બેટિંગ અને નીડર અંદાજ માટે જાણીતા શૉનું પ્રદર્શન છેલ્લી કેટલીક સિઝનમાં નિરાશાજનક રહ્યું છે. એક ઓપનર તરીકે પૃથ્વી શૉ IPL માં ટીમને સારી શરૂઆત અપાવી શક્યો નથી.

શૉ સતત મોટા સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યો છે અને તેની ફિટનેસ અંગે પ્રશ્નો ઉભા થયા છે. છેલ્લી વખત જ્યારે તે કોઈ ટીમ માટે રમ્યો હતો, ત્યારે તેને ટીમની વચ્ચેથી બહાર બેસવું પડ્યું હતું. ફોર્મમાં ન હોવું અને મેદાનની બહારની સમસ્યાઓને કારણે ફ્રેન્ચાઇઝીઓ તેનામાં રસ ધરાવવા તૈયાર નથી.

આ પહેલી વાર નથી જ્યારે પૃથ્વી શૉને IPL હરાજીમાં નિરાશાનો સામનો કરવો પડ્યો હોય. IPL 2024 મેગા હરાજીમાં પણ શૉ વેચાયો ન હતો. IPL 2026 મીની હરાજીમાં તેની બેઝ પ્રાઈસ પણ માત્ર ₹75 લાખ રાખવામાં આવી હતી પરંતુ આટલી ઓછી કિંમત પણ કોઈ ફ્રેન્ચાઇઝીને આકર્ષવામાં નિષ્ફળ રહી.

સતત લગાતાર બે ઓક્શનમાં અનસોલ્ડ રહેવું એ આ યુવા બેટ્સમેન પ્રત્યે ફ્રેન્ચાઇઝીઓનો વિશ્વાસ ડગમગી રહ્યો છે, તેવો સંકેત છે. હવે શૉને ભારતીય ઘરેલુ સર્કિટમાં શાનદાર પ્રદર્શન કરીને પોતાને ફરીથી સાબિત કરવો પડશે, જેથી ભવિષ્યમાં તેનું કમબેક શક્ય બને.
Published On - 5:03 pm, Tue, 16 December 25