કેટલો મોંઘો હશે iPhone 18 Pro અને Pro Max ? લીક થયેલી કિંમતોએ ચાહકોને ચોંકાવ્યા

એપલના આગામી ફ્લેગશિપ ડિવાઇસ iPhone 18 Pro ને લઈને સોશિયલ મીડિયા પર અનેક અટકળો વહેતી થઈ છે. નવા રિપોર્ટ્સ મુજબ, એપલ આ વખતે નફા કરતા માર્કેટ શેર વધારવા પર વધુ ધ્યાન આપી શકે છે, જેના કારણે પ્રો મોડલ્સની કિંમતોમાં મોટો ઉલટફેર જોવા મળી શકે છે.

| Updated on: May 11, 2026 | 5:17 PM
1 / 5
ટેક જગતમાં અત્યારે સૌથી વધુ ચર્ચા જો કોઈ વિષયની હોય તો તે છે એપલનો અપકમિંગ iPhone 18 Pro. વર્ષના અંતમાં લોન્ચ થનારા આ ફોન વિશે નવી વિગતો સામે આવી છે. સામાન્ય રીતે દર વર્ષે નવી સિરીઝ સાથે કિંમતો વધવાની અપેક્ષા હોય છે, પરંતુ આ વખતે લીક્સ કંઈક અલગ જ ઈશારો કરી રહ્યા છે. જાણીતા એનાલિસ્ટ જેફ પુ (Jeff Pu) ના જણાવ્યા અનુસાર, એપલ iPhone 18 Pro લાઇનઅપ માટે 'એગ્રેસિવ પ્રાઇસિંગ' એટલે કે આક્રમક કિંમતોની વ્યૂહરચના અપનાવી શકે છે.

2 / 5
લીક થયેલી સંભવિત કિંમતો: જો રિપોર્ટ્સનું માનીએ તો, iPhone 18 Pro અને Pro Max ના બેઝ મોડલની કિંમતો આશ્ચર્યજનક હોઈ શકે છે: iPhone 18 Pro: અંદાજે 1099 ડોલર (આશરે 1,04,546 રૂપિયા) થી શરૂ થઈ શકે છે. iPhone 18 Pro Max: અંદાજે 1199 ડોલર (આશરે 1,14,059 રૂપિયા) થી શરૂ થઈ શકે છે.

3 / 5
શા માટે એપલ કિંમતો સ્થિર રાખશે?: નિષ્ણાત મિંગ-ચી કુઓના મતે, મેમરી ચિપ્સના વધતા ભાવ છતાં એપલ કિંમતોમાં વધારો કરવાનું ટાળી શકે છે. કંપનીનો મુખ્ય ઉદ્દેશ્ય અત્યારે વધુમાં વધુ માર્કેટ શેર હાંસલ કરવાનો છે. સેમસંગ જેવી પ્રતિસ્પર્ધી કંપનીઓએ જ્યારે પોતાની પ્રીમિયમ સિરીઝના ભાવ વધાર્યા છે, ત્યારે એપલ પોતાના પ્રોફિટ માર્જિનમાં થોડો ઘટાડો કરીને પણ ગ્રાહકોને આકર્ષવા માંગે છે. કંપની આ નુકસાનની ભરપાઈ ભવિષ્યમાં પોતાની વિવિધ સર્વિસિસ (જેમ કે iCloud, Apple Music) દ્વારા કરી લેશે.

4 / 5
નવા નેતૃત્વ હેઠળ પ્રથમ મોટું લોન્ચિંગ: એપલના નવા CEO જ્હોન ટર્નસ (John Ternus) ના નેતૃત્વમાં iPhone 18 Pro સિરીઝ લોન્ચ થવા જઈ રહી છે. કંપનીની આ નવી રણનીતિ સ્માર્ટફોન માર્કેટમાં હલચલ મચાવી શકે છે. જો એપલ ખરેખર કિંમતોમાં ફેરફાર કર્યા વિના આધુનિક ફીચર્સ આપશે, તો તે એન્ડ્રોઇડ ફ્લેગશિપ ફોન માટે મોટી મુશ્કેલી ઉભી કરી શકે છે.

5 / 5
હવે જોવાનું એ રહેશે કે લોન્ચિંગ સમયે એપલ આ અટકળોને કેટલી સાચી સાબિત કરે છે.

Published On - 5:16 pm, Mon, 11 May 26

Follow Us