Gujarati NewsPhoto galleryInterim Budget 2024 Goods transportation sector Three rail corridors will be started freight transport projects will be developed
Interim Budget 2024: ત્રણ રેલ કોરિડોર થશે શરૂ, માલ-પરિવહન પ્રોજેક્ટનો વિકાસ થશે
કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ 2024-25 માટે ભારતનું વચગાળાનું બજેટ રજૂ કર્યું છે. બજેટની શરૂઆતની જાહેરાતોમાં જ તેમણે ટ્રાન્સપોર્ટ માટે મોટી જાહેરાતો કરી છે. સરકાર સામાન્ય ટ્રેનોના કોચને વંદે ભારત સ્ટાન્ડર્ડ બનાવવા માટે બદલવાની તૈયારી કરી રહી છે. આ સિવાય મેટ્રો અને નમો રેલને અન્ય શહેરોમાં પણ વિસ્તરણ કરવામાં આવશે.
ત્રણ મુખ્ય કોરિડોરમાં એનર્જી, મિનરલ અને સિમેન્ટ કોરિડોર, પોર્ટ કનેક્ટિવિટી કોરિડોર અને હાઇ ટ્રાફિક ડેન્સિટી કોરિડોરનો સમાવેશ થાય છે.
5 / 6
સીતારામન કહે છે કે, આ નવા કોરિડોરની ઓળખ પીએમ ગતિ શક્તિ પહેલ હેઠળ કરવામાં આવી છે. આ સિવાય હાઈ ટ્રાફિક ડેન્સિટી કોરિડોર ઝડપી અને સુરક્ષિત રેલ મુસાફરીને સુનિશ્ચિત કરવામાં મદદ કરશે.
6 / 6
આ સાથે સરકારે 3 નવા રેલ કોરિડોર બનાવવાની પણ જાહેરાત કરી છે અને માલ ભાડા કોરિડોરનું કામ પણ ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે છેલ્લા દસ વર્ષમાં દેશમાં એરપોર્ટની સંખ્યામાં પણ વધારો થયો છે. હાલમાં દેશમાં 149 એરપોર્ટ કાર્યરત છે.