ઇલેક્ટ્રિક ગાડીઓ માટે ચાર્જિંગ સ્ટેશન લગાવી કરો બમ્પર કમાણી, જાણો કેટલો આવશે ઇન્સ્ટોલેશન ખર્ચ
દેશમાં હવે ઈલેક્ટ્રિક વ્હીકલનો ક્રેઝ ધીમે ધીમે વધી રહ્યો છે. તેથી તમે પણ ચાર્જિંગ સ્ટેશન લગાવીને મોટી આવક મેળવી શકો છો. ત્યારે ચાર્જિંગ સ્ટેશન લગાવાનો ખર્ચ, તેનાથી થતી આવક અને તેનું રોકાણ કેવી રીતે કરવું તેના વિશે આ લેખમાં જાણીશું.
1 / 7
દેશમાં હવે ઈલેક્ટ્રિક વ્હીકલનો ક્રેઝ ધીમે ધીમે વધી રહ્યો છે. ટાટા મોટર્સ પછી, મહિન્દ્રાએ XEV 9e અને BE 6e જેવી પાવરફુલ ગાડીઓ લોન્ચ કરીને તેનું ભાવિ આયોજન જાહેર કર્યું છે. ઓલા અને હોન્ડાએ પણ 2-વ્હીલર સેગમેન્ટમાં તેમના નવા મોડલ લોન્ચ કર્યા છે.
2 / 7
આ તમામ વાહનોને ચાર્જિંગની જરૂર પડશે, તેથી તમે પણ ચાર્જિંગ સ્ટેશન લગાવીને મોટી આવક મેળવી શકો છો. જો તમારું ઘર ઓન-રોડ અથવા હાઈવે સાથે જોડાયેલું છે, તો તમે ચાર્જિંગ સ્ટેશન લગાવીને સારી એવી કમાણી કરી શકો છો.
3 / 7
જો તમે 3.5 kW કરતા ઓછા પાવરનું ચાર્જર ઇન્સ્ટોલ કરો છો, તો તેના માટે 240 વોલ્ટેજ કરંટ પણ કામ કરશે. આ ચાર્જર તમામ પ્રકારના ઇલેક્ટ્રિક વાહનો, 2 વ્હીલર, 3 વ્હીલર અને 4 વ્હીલરને સપોર્ટ કરશે. આવા ચાર્જરને લેવલ-1 (AC) કહેવામાં આવે છે અને તેને ઇન્સ્ટોલ કરવાનો ખર્ચ રૂ. 15,000 થી રૂ. 30,000 સુધીનો થાય છે.
4 / 7
એ જ રીતે, લેવલ-2 (AC) ચાર્જરનો ઉપયોગ 300-400 વોલ્ટેજ કરંટ પર થાય છે. આમાં 22 kW કરતાં ઓછો પાવર હોય છે. અહીં પણ ત્રણેય પ્રકારના વાહનોને ચાર્જ કરી શકાય છે. તેને ઇન્સ્ટોલ કરવાનો ખર્ચ રૂ. 50,000 થી રૂ. 1,00,000 સુધી થાય છે.
5 / 7
લેવલ-3(DC) ચાર્જર માત્ર 4 વ્હીલર માટે જ ઇન્સ્ટોલ કરવામાં આવે છે. આ 200 થી 1000 વોલ્ટેજ પર કામ કરે છે. તેનો પાવર 50 થી 150 kW સુધીનો હોય છે. તેને ઇન્સ્ટોલ કરવાનો ખર્ચ 5 લાખથી 15 લાખ રૂપિયા સુધીનો છે. આ સામાન્ય રીતે હાઇવે પર ઇન્સ્ટોલ થાય છે. આમાં ઝડપી ડીસી ચાર્જરનો પણ સમાવેશ છે, જે બસ અને ટ્રક જેવા વાહનોને સરળતાથી ચાર્જ કરી શકે છે. તેને ઇન્સ્ટોલ કરવાનો ખર્ચ 10 લાખથી 50 લાખ રૂપિયા સુધીનો થાય છે. ડીસી ચાર્જરની સાથે ટ્રાન્સફોર્મર પણ લગાવવું પડશે.
6 / 7
EV ચાર્જર પર લોકો તમને દરેક યુનિટના ચાર્જિંગ અનુસાર ચૂકવણી કરે છે. સામાન્ય રીતે તમે 10 થી 20 રૂપિયા પ્રતિ યુનિટ (kWh) ચાર્જ કરી શકો છો. આવી સ્થિતિમાં, જો તમારા ચાર્જિંગ સ્ટેશન પર દરરોજ 300 યુનિટ ચાર્જ થાય છે અને તમે પ્રતિ યુનિટ 12 રૂપિયા પણ ચાર્જ કરો છો, તો તમારી માસિક કમાણી 1,08,000 રૂપિયા સુધીની થશે.
7 / 7
એટલું જ નહીં, તમે વાર્ષિક અને માસિક સબ્સ્ક્રિપ્શન ઓફર કરી શકો છો. તમે ચાર્જિંગ સ્ટેશનો પર જાહેરાતો વગેરે મૂકીને વધારાના પૈસા પણ કમાઈ શકો છો. તમે ચાર્જિંગ સ્ટેશનની નજીકમાં વેઇટિંગ એરિયા લાઉન્જ અને કાફે પણ ખોલી શકો છો. (Image - Freepik)