Instagram યુઝર્સ એ પણ જાણતા નથી કે તેમને ટ્રેક કરવામાં આવી રહ્યા છે. પરંતુ તમારી પાસે એક વિકલ્પ પણ છે જેની મદદથી તમે આ ટ્રેકિંગને સરળતાથી રોકી શકો છો, ચાલો અમે તમને સમજાવીએ કે કેવી રીતે થાય છે? (ફોટો ક્રેડિટ- Freepik)
જો Instagram તમે ટ્રેક ન કરે એવું તમે ઈચ્છો, તો તમારે સૌથી પહેલા ફોનમાં ઇન્સ્ટાગ્રામ એપ ઓપન કરવી પડશે. એપ ઓપન કર્યા બાદ નીચે દર્શાવેલા પ્રોફાઈલ પિક્ચર પર ક્લિક કરો. ચિત્ર પર ક્લિક કર્યા પછી ઉપરની જમણી બાજુએ ત્રણ રેખાઓ દેખાશે, ત્રણ રેખાઓ પર ક્લિક કરો. (ફોટો ક્રેડિટ- Freepik)
આ પછી તમે ઇન્સ્ટાગ્રામ સેટિંગ્સ અને એક્ટિવિટી સેક્શનમાં પહોંચો. અહીં તમારે પહેલા Account Centerના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. આ પછી તમારે Your Activity off Meta Technologies ઓપ્શન પર ટેપ કરવાનું રહેશે. (ફોટો ક્રેડિટ- Instagram App)
Recent Activity પર ક્લિક કરીને અહીં તમે જાણશો કે તમારી કઈ-કઈ એક્ટિવિટીને Instagram દ્વારા ટ્રૅક કરવામાં આવી રહી છે. ટ્રેક કરેલી એક્ટિવિટીને દૂર કરવા માટે Clear Previous Activity પર ક્લિક કરો. (ફોટો ક્રેડિટ- Instagram App)
Instagram ને ભવિષ્યમાં તમારી એક્ટિવિટીને ટ્રૅક કરવાથી રોકવા માટે, Manage Future Activity પર ટૅપ કરો. આ પછી તમારે Disconnect Future Activityના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. (ફોટો ક્રેડિટ- Freepik)