
લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પોતાના યુઝર્સ માટે સતત નવા ફીચર્સ રજૂ કરી રહ્યું છે. હવે કંપની એક એવું ફીચર લઈને આવી છે જે ખાસ કરીને કન્ટેન્ટ ક્રીએટર અને યુઝર્સ માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. (Image Credit Source: Social Media)

ઇન્સ્ટાગ્રામ હવે સ્ટોરી પોસ્ટ થયા પછી તેને એડિટ કરવાની સુવિધા ટેસ્ટ કરી રહ્યું છે. અત્યાર સુધી જો કોઈ યુઝરે સ્ટોરી પોસ્ટ કર્યા પછી તેમાં ટાઇપોની ભૂલ, ખોટી માહિતી અથવા અન્ય કોઈ ગડબડ નોંધેલી હોય તો આખી સ્ટોરી ડિલીટ કરીને ફરી અપલોડ કરવી પડતી હતી. પરંતુ હવે આ પ્રક્રિયા વધુ સરળ બનવાની છે. (Image Credit Source: Social Media)

માહિતી અનુસાર, ઇન્સ્ટાગ્રામએ હાલ આ સ્ટોરી એડિટ ફીચર લિમિટેડ iPhone યુઝર્સ માટે રોલઆઉટ કરવાનું શરૂ કર્યું છે. સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે આ નવા ફીચરના સ્ક્રીનશૉટ પણ શેર કર્યા છે. (Image Credit Source: Social Media)

નવી સુવિધા હેઠળ યુઝર્સ પોતાની સ્ટોરી ઓપન કર્યા પછી મેનૂમાં જઈ શકશે, જ્યાં તેમને “Edit” નો વિકલ્પ જોવા મળશે. આ ઓપ્શન પર ટેપ કર્યા પછી Warning Popup દેખાશે, જેમાં જણાવવામાં આવશે કે એડિટિંગ શરૂ થયા બાદ સ્ટોરીનું ઓરિજનલ વર્ઝન રિમૂવ થઈ જશે. સાથે જ સ્ટોરી પર આવેલા લાઇકસ, રિએક્શન અને કમેન્ટસ પણ રીસેટ થઈ શકે છે. (Image Credit Source: Social Media)

હાલ સુધી કંપનીએ સત્તાવાર રીતે આ વાત સ્પષ્ટ કરી નથી કે સ્ટોરીમાં કયા એલિમેંટ્સ એડિટ કરી શકાશે. જોકે ટેક રિપોર્ટ્સ મુજબ ટેક્સ્ટ, કેપશન , સ્ટીકર્સ , ઈમોજી , લિંક્સ અને ટૅગ્સ જેવા એલિમેંટ્સમાં ફેરફાર કરવાની સુવિધા મળી શકે છે. જો આવું થાય તો ઇન્સ્ટાગ્રામ યુઝર્સ માટે આ એક મોટું અપડેટ ગણાશે, કારણ કે હવે નાની ભૂલ માટે આખી સ્ટોરી ફરી અપલોડ કરવાની જરૂર નહીં રહે. (Image Credit Source: Social Media)

એન્ડ્રોઇડ યુઝર્સ માટે હાલ થોડું વધુ રાહ જોવું પડી શકે છે. હાલમાં આ ફીચર માત્ર કેટલીક iPhone ડિવાઇસ પર જ ઉપલબ્ધ છે. જોકે માનવામાં આવી રહ્યું છે કે ઇન્સ્ટાગ્રામ ટૂંક સમયમાં એન્ડ્રોઇડ સહિત તમામ પ્લૅટફોર્મ્સ માટે પણ આ ફીચર રોલઆઉટ કરી શકે છે. (Image Credit Source: Social Media)

ઇન્સ્ટાગ્રામ છેલ્લા કેટલાક સમયથી સતત નવા અપડેટ રજૂ કરી રહ્યું છે. થોડા સમય પહેલાં કંપનીએ કમેંટ એડિટ ફીચર રજૂ કર્યું હતું, જેમાં યુઝર્સ 15 મિનિટની અંદર પોતાનો કમેંટ એડિટ કરી શકે છે. ઉપરાંત ક્લોઝ ફ્રેન્ડ્સ માટે ડીસઅપેયરિંગ ફોટો ફીચર અને અન્ય નવા DM ફીચર પણ રજૂ કરવામાં આવ્યા હતા. (Image Credit Source: Social Media)

ટેક નિષ્ણાતોનું માનવું છે કે Meta હવે પોતાના પ્લૅટફોર્મ્સને વધુ સ્માર્ટ અને યુઝર ફ્રેન્ડલી બનાવવા માટે ઝડપથી કામ કરી રહ્યું છે. સ્ટોરી એડિટ ફીચર પણ એ જ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. (Image Credit Source: Social Media)