ઈન્ડિગોનું કહેવું છે કે ઓગષ્ટ 2025 સુધીમાં મહિલા પાઈલટોની સંખ્યા 1,000થી વધુ લઈ જવાનો લક્ષ્યાંક હાંસલ કરવામાં આવશે. ઈન્ડિગો હાલમાં દરરોજ 5000 થી વધુ ફ્લાઈટ્સ ઓપરેટ કરે છે. કંપની પાસે કુલ 5,000 થી વધુ પાઈલટ છે. સ્વતંત્રતા દિવસના અવસર પર, કંપનીએ બુધવારે તેના એરબસ અને એટીઆર એરક્રાફ્ટ માટે 77 મહિલા પાઇલટ્સને સામેલ કર્યા. IndiGo પાસે 31 માર્ચ, 2024 સુધીમાં 36,860 કાયમી કર્મચારીઓ હતા. જેમાં 5,038 પાયલોટ અને 9,363 કેબિન ક્રૂ સામેલ હતા. આ ગણતરીમાં 713 મહિલા પાયલોટનો સમાવેશ થાય છે. તેમાં LGBTQ કેટેગરીના કર્મચારીઓ પણ છે.