રેલવેની હિસ્ટ્રીમાં સૌથી નાનું નામ! માત્ર 2 અક્ષરના નામમાં છુપાયેલો છે આ સ્ટેશનનો 100 વર્ષ ‘જૂનો ઇતિહાસ’

ભારતીય રેલવેના વિશાળ નેટવર્કમાં એક એવું અનોખું સ્ટેશન પણ છે કે, જેનું નામ દેશમાં સૌથી નાનું છે અને તેને બોલવામાં તમને એક સેકન્ડનો સમય પણ નથી લાગતો. આ સ્ટેશન તેના અનોખા અને ટૂંકા નામને કારણે રેલ પ્રેમીઓ તેમજ પ્રવાસીઓ માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે.

| Updated on: Mar 22, 2026 | 4:53 PM
1 / 5
ભારતીય રેલવે વિશ્વનું ચોથું સૌથી મોટું રેલ નેટવર્ક છે, જેમાં હજારો સ્ટેશનો અને લાખો કિલોમીટરના ટ્રેક પથરાયેલા છે. આપણે અવારનવાર નવી દિલ્હી કે મુંબઈ સીએસટી જેવા મોટા અને ભવ્ય સ્ટેશનોની ચર્ચા કરીએ છીએ પરંતુ શું તમે જાણો છો કે, ભારતમાં એક એવું રેલવે સ્ટેશન પણ છે કે, જેનું નામ દેશમાં સૌથી નાનું છે?

2 / 5
નવાઈની વાત એ છે કે, આ સ્ટેશનનું નામ બોલવામાં તમને એક સેકન્ડનો પણ સમય નહીં લાગે. રેલવેના રેકોર્ડમાં આ સ્ટેશન તેના અનોખા અને ટૂંકા નામને કારણે હંમેશા ચર્ચામાં રહે છે.

3 / 5
ભારતમાં સૌથી નાના નામવાળું રેલવે સ્ટેશન ઇબ (Ib) છે . આ અનોખું સ્ટેશન ઓડિશાના ઝારસુગુડા જિલ્લામાં આવેલું છે. હાવડા-નાગપુર-મુંબઈ લાઇન પર આવતા આ સ્ટેશનનું નામ તેની પાસેથી વહેતી ઇબ નદીના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ સ્ટેશનના નામમાં અંગ્રેજીના માત્ર બે અક્ષર (I અને B) આવે છે. રસપ્રદ વાત એ છે કે, ભારતીય રેલવેના રેકોર્ડમાં આનાથી નાનું નામ બીજા કોઈ સ્ટેશનનું નથી. જો કે, ગુજરાતના આણંદ જિલ્લામાં આવેલા ઓડ (Od) સ્ટેશનનું નામ પણ બે અક્ષરોનું જ છે પરંતુ લોકપ્રિયતાની બાબતમાં 'ઇબ' રેલવે સ્ટેશન સૌથી આગળ રહે છે.

4 / 5
ઇબ રેલવે સ્ટેશન વિશે એવું કહેવાય છે કે, જો તમે ટ્રેનમાં સૂઈ રહ્યા હોવ અથવા મોબાઈલમાં વ્યસ્ત હોવ, તો તમને ખબર પણ નહીં પડે કે, સ્ટેશન ક્યારે આવ્યું અને ક્યારે જતું રહ્યું. આ દેશનું સૌથી નાનું રેલવે સ્ટેશન પણ છે અને અહીં બહુ ઓછી ટ્રેનોનું સ્ટોપેજ છે. અહીં આવતા મુસાફરો અવારનવાર તેના પીળા રંગના નાના સાઈનબોર્ડ સાથે ફોટો પડાવવાનું પસંદ કરે છે, જેના પર મોટા અક્ષરોમાં ફક્ત 'IB' લખેલું હોય છે.

5 / 5
આ સ્ટેશનનો ઇતિહાસ ઘણો જૂનો છે. તેની શરૂઆત વર્ષ 1891માં બંગાળ નાગપુર રેલવે દરમિયાન થઈ હતી. શરૂઆતમાં અહીં માત્ર માલગાડીઓની અવરજવર થતી હતી પરંતુ બાદમાં અહીં પેસેન્જર ટ્રેનોનું રોકાણ પણ શરૂ થયું. આજના ડિજિટલ યુગમાં, આ સ્ટેશન રેલ પ્રેમીઓ અને વ્લોગર્સ માટે મનપસંદ ચેક-ઇન સ્પોટ બની ગયું છે.

Published On - 4:53 pm, Sun, 22 March 26

Follow Us
Loading...
Unable to load recommendations.