
જિંદાલ પરિવાર : JSW ગ્રુપના સજ્જન જિંદાલના નેતૃત્વમાં, જિંદાલ પરિવારે ₹5.7 લાખ કરોડની નેટવર્થ સાથે ત્રીજું સ્થાન મેળવ્યું છે. ધાતુ અને ખાણકામ ક્ષેત્રમાં મજબૂત પકડ તેમને દેશના અગ્રણી સ્ટીલ ઉત્પાદકોમાં સ્થાન અપાવે છે.

ભારતના 10 સૌથી ધનિક પરિવારોની યાદીમાં પ્રથમ ક્રમે અંબાણી પરિવાર છે, જેમની કુલ સંપત્તિ ₹28.2 લાખ કરોડ છે. બીજા સ્થાને બિરલા પરિવાર છે, જેમની નેટવર્થ ₹6.5 લાખ કરોડ છે. ત્રીજા સ્થાને ₹5.7 લાખ કરોડની સંપત્તિ સાથે જિંદાલ પરિવાર છે. ચોથા ક્રમે બજાજ પરિવાર છે, જેમની પાસે ₹5.6 લાખ કરોડની સંપત્તિ છે, જ્યારે પાંચમા ક્રમે મહિન્દ્ર પરિવાર ₹5.4 લાખ કરોડ સાથે છે. છઠ્ઠા સ્થાને નાદર પરિવાર છે, જેમની નેટવર્થ ₹4.7 લાખ કરોડ છે. સાતમા ક્રમે મુરુગપ્પા પરિવાર છે, જેમની પાસે ₹2.9 લાખ કરોડની સંપત્તિ છે, અને આઠમા ક્રમે પ્રેમજી પરિવાર ₹2.8 લાખ કરોડ સાથે છે. નવમા સ્થાને અનિલ અગ્રવાલ પરિવાર છે, જેમની સંપત્તિ ₹2.6 લાખ કરોડ છે, જ્યારે દસમા ક્રમે દાની, ચોક્સી અને વકીલ પરિવાર (એશિયન પેઇન્ટ્સ) છે, જેમની પાસે કુલ ₹2.2 લાખ કરોડની સંપત્તિ છે.

હુરુન રિપોર્ટ મુજબ, ભારતમાં પારિવારિક વ્યવસાયોમાં સૌથી વધુ નફાકારક ક્ષેત્રોમાં ઊર્જા, નાણાકીય સેવાઓ અને સોફ્ટવેર તથા આઇટી ઉદ્યોગનો સમાવેશ થાય છે. આ પરિવારોની સફળતા માત્ર વ્યવસાયિક વૃદ્ધિમાં નહીં, પરંતુ દેશના આર્થિક વિકાસમાં પણ મોટું યોગદાન આપી રહી છે.