સરકારી ચાલથી ગોલ્ડ માર્કેટમાં સન્નાટો ! સોનાની આયાતમાં 58% નો અણધાર્યો કડાકો, પણ ચાંદીમાં 127% નો રહસ્યમય ધમાકો

ભારતના ગોલ્ડ માર્કેટમાંથી સન્નાટો મચાવી દે તેવા આંકડા સામે આવ્યા છે! ઓગસ્ટમાં સોનાની આયાત અચાનક 58% ઘટી ગઈ છે, જ્યારે ચાંદી ખરીદવામાં 127% નો બંપર ઉછાળો આવ્યો છે. સ્વિટ્ઝરલેન્ડથી આવતું સોનું કેમ અડધું થઈ ગયું? કસ્ટમ ડ્યુટી વધી કે પછી ખેલ કંઈક બીજો જ છે? જાણો

| Updated on: Sep 21, 2026 | 11:30 AM
1 / 10
ઓગસ્ટ મહિનામાં ભારતમાં સોનાની આયાતમાં એવો કડાકો બોલાયો છે જેણે બુલિયન બજારના મોટા ખેલાડીઓને ચોંકાવી દીધા છે. વાણિજ્ય મંત્રાલયના આંકડા અનુસાર, ઓગસ્ટમાં સોનાની આયાત 57.75 ટકા ઘટીને માંડ 2.3 અબજ ડોલર પર અટકી ગઈ છે.

2 / 10
સોનાના કડાકા વચ્ચે ચાંદીના ઇમ્પોર્ટમાં અચાનક 127 ટકાનો ચોંકાવનારો ઉછાળો આવ્યો છે. ઓગસ્ટ 2026માં દેશમાં ચાંદીની આયાત સીધી 1.02 અબજ ડોલર પર પહોંચી ગઈ છે, જે દર્શાવે છે કે રોકાણકારો કે બજારના મોટા પ્લેયર્સ અચાનક સોનું છોડી ચાંદી તરફ વળ્યા છે.

3 / 10
આ રહસ્યમય ફેરફાર પાછળ સરકારનો એક માસ્ટરસ્ટ્રોક માનવામાં આવી રહ્યો છે. 13 મેથી કિંમતી ધાતુઓ પરની આયાત જકાત (કસ્ટમ ડ્યુટી) 6 ટકાથી સીધી વધારીને 15 ટકા કરી દેવામાં આવી હતી, જેની સીધી અસર ઓગસ્ટના આંકડાઓમાં સ્પષ્ટ દેખાઈ રહી છે.

4 / 10
સોનાની આયાતમાં આટલી મોટી ગિરાવટ આવવાને કારણે દેશના આર્થિક મોરચે મોટો ફેરફાર થયો છે. દેશનો વેપાર ઘાટો (Trade Deficit) ઘટીને છેલ્લા 5 મહિનાના નીચલા સ્તરે એટલે કે 26.86 અબજ ડોલર પર આવી ગયો છે.

5 / 10
ભારત માટે સ્વિટ્ઝરલેન્ડ સોનાનો સૌથી મોટો સપ્લાયર દેશ રહ્યો છે, પરંતુ ઓગસ્ટમાં સ્વિસ સોનાનું ઇમ્પોર્ટ 45.4 ટકા ઘટીને 1.28 અબજ ડોલર રહી ગયું છે. આમ છતાં, ભારતના કુલ ગોલ્ડ ઇમ્પોર્ટમાં સ્વિટ્ઝરલેન્ડનો હિસ્સો હજુ પણ 40 ટકા જેટલો ઊંચો છે.

6 / 10
સ્વિટ્ઝરલેન્ડ સિવાય ભારતે ઓગસ્ટમાં પોતાના કુલ સોનાની આયાતનો 16 ટકાથી વધુ હિસ્સો સંયુક્ત અરબ અમીરાત (UAE) થી અને 10 ટકા હિસ્સો દક્ષિણ આફ્રિકાથી મંગાવ્યો હતો. દેશની કુલ આયાતમાં સોનાની ભાગીદારી 5 ટકાથી વધુ રહી છે.

7 / 10
ચાલુ નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ પાંચ મહિના (એપ્રિલ-ઓગસ્ટ) નો હિસાબ જોઈએ તો સોનાની કુલ આયાત 3.38 ટકા વધીને 17.47 અબજ ડોલર નોંધાઈ છે, જ્યારે આ પાંચ મહિનામાં ચાંદીની કુલ આયાત 8.81 ટકા ઘટીને 1.74 અબજ ડોલર રહી છે.

8 / 10
આશ્ચર્યજનક રીતે, સોનાની આયાત ઘટી રહી છે ત્યારે ઓગસ્ટમાં ભારતનું વસ્તુલક્ષી નિકાસ (Goods Export) વાર્ષિક ધોરણે 26.12 ટકાની વિસ્ફોટક ગતિથી વધીને 43.81 અબજ ડોલર પર પહોંચી ગયું છે.

9 / 10
ભારતીય નિકાસમાં આ અણધાર્યા ઉછાળા પાછળ ઈલેક્ટ્રોનિક્સ, એન્જિનિયરિંગ અને પેટ્રોલિયમ પેદાશોની વૈશ્વિક માંગ મુખ્ય કારણ રહી છે, જેનાથી ભારતની આર્થિક સ્થિતિને મજબૂત ટેકો મળ્યો છે.

10 / 10
ઓગસ્ટમાં દેશની કુલ આયાત પણ 14.1 ટકા વધીને 70.76 અબજ ડોલર રહી હતી. આ સમયગાળા દરમિયાન ક્રૂડ ઓઈલ, પ્રોજેક્ટ ગુડ્સ, ઈલેક્ટ્રોનિક સામાન, ચાંદી અને કોલસાની આયાતમાં મોટો વધારો નોંધાયો છે.

Follow Us
Loading...
Unable to load recommendations.