સરકારી નોકરીની શોધમાં છો? તો તમારા માટે એક શાનદાર તક આવી છે. ભારતીય રેલવે દ્વારા 32,438 ગ્રુપ D પોસ્ટ્સ માટે ભરતીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જો તમે આ પદ માટે અરજી કરવા માંગતા હો, તો 3 માર્ચ 2025 પહેલા ફોર્મ ભરી દો, કારણ કે ત્યારબાદ કોઈ અરજી સ્વીકારવામાં નહીં આવે.
RRB ગ્રુપ D માટે અરજી પ્રક્રિયાની વિગત જોઈએ તો, રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડ (RRB)ની અધિકૃત વેબસાઈટ rrbcdg.gov.in પર જાઓ. રજિસ્ટ્રેશન કરી, જરૂરી વિગતો ભરો અને ફોર્મ સબમિટ કરો. જો ફોર્મમાં કોઈ સુધારો કરવાની જરૂર હોય, તો 4 માર્ચથી 13 માર્ચ 2025 (રાત્રે 11:59 સુધી) સુધારા માટેની વિન્ડો ખુલ્લી રહેશે.
મહત્વપૂર્ણ તારીખોની વિગત જોઈએ તો અરજીઓ 23 જાન્યુઆરી 2025 થી શરૂ થઈ છે જેની છેલ્લી તારીખ: 3 માર્ચ 2025 છે. ફોર્મ સુધારા વિન્ડો: 4 માર્ચથી 13 માર્ચ 2025 ઓપન થશે.
પગાર અને લાયકાતની વાત કરવામાં આવે તો પગાર: ₹18,000 (લેવલ-1 મુજબ) અને લાયકાત: ધોરણ 10 પાસ સાથે ITI ડિગ્રી જરૂરી છે.
આ નોકરી માટે વય મર્યાદા: 18 થી 36 વર્ષ છે. મહત્વનું છે કે, SC/ST માટે: 5 વર્ષની ઉંમર છૂટછાટ અપવમાં આવી છે. આ શ્રેષ્ઠ તકને ચૂકી જશો નહીં. સમયસર અરજી કરો અને તમારા સ્વપ્નની સરકારી નોકરી મેળવો!