
હવે ટ્રેનમાં મુસાફરી કરવી વધુ સસ્તી અને સરળ બનવા જઈ રહી છે. ભારતીય રેલવેએ પોતાની સત્તાવાર એપ રેલવન (RailOne) દ્વારા જનરલ ટિકિટ બુક કરવા પર 3 ટકા સુધીની વિશેષ છૂટ આપવાની જાહેરાત કરી છે. આ સુવિધાનો ઉપયોગ કરીને મુસાફરો હવે સ્માર્ટ રીતે ટિકિટ બુક કરી પોતાના પૈસા બચાવી શકે છે.

જો તમે અવારનવાર ટ્રેન દ્વારા મુસાફરી કરો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. રેલવેના જણાવ્યા અનુસાર, મુસાફરો હવે રેલવન એપની મદદથી પ્લેટફોર્મ કે જનરલ ટિકિટ ઓનલાઇન બુક કરાવી શકે છે અને ભાડામાં 3 ટકા સુધીની બચત મેળવી શકે છે.

સ્ટેશનની લાંબી લાઇનોમાંથી મળશે કાયમી મુક્તિ: રેલવેનું કહેવું છે કે રેલવન એપને મુસાફરોની યાત્રા વધુ સરળ, ઝડપી અને સુવિધાજનક બનાવવા માટે તૈયાર કરવામાં આવી છે. આ એપની મદદથી મુસાફરોએ ટિકિટ લેવા માટે સ્ટેશન પર જઈને કલાકો સુધી લાંબી લાઈનોમાં ઉભા રહેવાની જરૂર નહીં પડે. તમારા મોબાઈલ ફોનથી જ ગણતરીની મિનિટોમાં જનરલ ટિકિટ બુક કરી શકાશે.

રેલવન (RailOne) એપમાં મળશે આ અન્ય સુવિધાઓ: ટિકિટ બુકિંગ સિવાય આ એપમાં મુસાફરો માટે ઘણી અન્ય ઉપયોગી સેવાઓ પણ એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે: લાઈવ ટ્રેન સ્ટેટસ (ટ્રેન ક્યાં પહોંચી તેની માહિતી) જાણી શકાશે. પીએનઆર (PNR) સ્ટેટસ સરળતાથી ચેક કરી શકાશે. ટ્રેનમાં તમારા કોચની સ્થિતિ જાણી શકાશે.

ડિજિટલ પેમેન્ટ પર જ મળશે આ ડિસ્કાઉન્ટ: રેલવેએ સ્પષ્ટ કર્યું છે કે જે મુસાફરો રેલવન એપ દ્વારા ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરીને જનરલ ટિકિટ બુક કરશે, તેમને જ ભાડા પર 3 ટકા સુધીની છૂટ આપવામાં આવશે. આનાથી મુસાફરોના પૈસા પણ બચશે અને ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન પણ મળશે.

ઓફર માત્ર મર્યાદિત સમય માટે: જો કે, રેલવેએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ વિશેષ ડિસ્કાઉન્ટ હંમેશા માટે ઉપલબ્ધ નથી. આ ઓફર માત્ર 14 જુલાઈ 2026 સુધી જ માન્ય રહેશે. તેથી જે મુસાફરો આ સસ્તી ટિકિટનો લાભ લેવા માંગતા હોય, તેમણે નિર્ધારિત સમય મર્યાદામાં આ એપનો ઉપયોગ કરવો પડશે.

એપ દ્વારા તમારી ટ્રેન સીટ કેવી રીતે ખાલી કરવી : એપમાં લોગ ઇન કરો અને હોમ સ્ક્રીન પર 'Train Complaint' વિકલ્પ પસંદ કરો. તમારો 10-અંકનો PNR નંબર દાખલ કરો. ફરિયાદ પ્રકાર હેઠળ, ' In-Coach Complaints' પસંદ કરો. આગળ, પેટા-શ્રેણીઓમાંથી 'Seat Occupied by unauthorized person' પસંદ કરો.