
15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ પર ત્રિરંગાની સાથે સેલ્ફી લેવી અને ફોટો ક્લિક કરી દેશભક્તિ જાહેર કરતા હોય છે. સોશિયલ મીડિયા પર ત્રિરંગાની સાથે ફોટો પણ શેર કરે છે. આ દરમિયાન ત્રિરંગા સાથે જોડાયેલા નિયમોનું ધ્યાન રાખવું જરુરી છે.

કારણ કે, રાષ્ટ્રધ્વજનું સન્માન અને ગરિમા સાથે જોડાયેલા નિયમોનું પાલન કરવું આપણી જવાબદારી છે. તમે પણ 15 ઓગસ્ટના રોજ ફોટો ક્લિક કરવાનો પ્લાન કરી રહ્યા છો. તો આ સ્ટોરી વાંચી લેજો.

ફોટો ક્લિક કરવા માટે ત્રિરંગાને જમીન, કે એવી કોઈ જગ્યાએ ન રાખો. જે જગ્યા ખરાબ હોય અથવા પગની નીચે આવવાનો ડર હોય. આવું એટલા માટે કારણ કે, રાષ્ટ્રીય ધ્વજને હંમેશા ઈજ્જતની સાથે રાખવો જોઈએ. બાકી પેરાશાની આવી શકે છે.

શરીર પર લપેટાયેલો ત્રિરંગા પહેરવો, કે તેને ડ્રેસ કે સ્કાર્ફ તરીકે ઉપયોગ કરવો યોગ્ય નથી. ત્રિરંગા સાથે ફોટો ક્લિક કરતી વખતે જમીન પર રાખવો ,મજાકના અંદાજમાં પોઝ આપવાથી તેની ગરિમાને ઠેસ પહોંચી શકે છે. ફોટો ક્લિક કરતી વખતે ખાસ ધ્યાન રાખો.

સેલ્ફી માટે હંમેશા સ્વચ્છ અને યોગ્ય ધ્વજનો ઉપયોગ કરો. ફાટેલા કે ગંદા ધ્વજ સાથે ફોટા પાડવા યોગ્ય માનવામાં આવતું નથી. આનાથી લોકો એવું માનશે કે તમે નારાજ છો અને ધ્વજનું અપમાન કરીને તમારો આનંદ વ્યક્ત કરી રહ્યા છો.

ત્રિરંગાની સાથે ફોટો ક્લિક કરતી વખતે સૌથી જરુરી છે કે, ફોટોના ચકકરમાં રાષ્ટ્રધ્વજની ગરિમાનું અપમાન ન થાય. જો તમે 15 ઓગસ્ટ પર ત્રિરંગા સાથે સેલ્ફી લઈ રહ્યા છો. તો ત્રિરંગાના અપમાન વગર ફોટો ક્લિક કરી શકો છો. (all photo : PTI)