પનોતી અમ્પાયરનું નામ સાંભળતા જ સહમી ગયા હતા ભારતીય ફેંસ, જ્યારે જ્યારે કર્યુ છે અમ્પાયરિંગ, હારી છે ટીમ ઈન્ડિયા
આઈસીસી વનડે વર્લ્ડ કપ 2023ની ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ફાઈનલમાં ભારતનું વર્લ્ડકપની ટ્રોફી જીતવાનું સપનુ રોળાયુ છે. જો કે આ હારનું ઠીકરુ ભારતીય ફેન્સ પનોતી અમ્પાયર રિચર્ડ કેટલબોરોના નામે ફોડે છે. તેના માટે એવી માન્યતા છે કે તેમણે જ્યારે જ્યારે ભારતની મેચ સામે અમ્પાયરિંગ કર્યુ છે ટીમ ઈન્ડિયા એ મેચ હારી છે.