
આ ઉપરાંત ઓટો લિક્વિડેશન, યુનિફાઇડ ટ્રેડિંગ એકાઉન્ટ કન્વર્ઝન અને ઓન-ચેઇન અર્ન જેવી સેવાઓ પર પણ GST લાગુ થશે. જો કે, APR બૂસ્ટ રિવોર્ડ્સ હાલમાં આનાથી પ્રભાવિત થશે નહીં.

બાયબિટે એ પણ માહિતી આપી છે કે, ક્રિપ્ટો લોન, બાયબિટ કાર્ડ અને સ્પોટ ગ્રીડ, DCA તેમજ ફ્યુચર્સ કોમ્બો જેવા ઘણા ટ્રેડિંગ બોટ્સ 9 જુલાઈથી ભારતમાં બંધ થઈ જશે.

કાર્ડધારકોને 17 જુલાઈથી નવા ટ્રાન્ઝેક્શનની મંજૂરી આપવામાં આવશે નહીં અને બાકીની લોન આપમેળે ચૂકવવામાં આવશે. ભારતમાં પહેલાથી જ ક્રિપ્ટોના નફા પર 30% કર અને 1% TDS છે. હવે 18% GST ઉમેરવાથી રોકાણકારો પર વધુ નાણાકીય દબાણ આવશે.

ક્રિપ્ટો એક્સપર્ટસ માને છે કે, આવી નીતિઓ ભારતમાં ડિજિટલ એસેટ્સના લોંગ ટર્મ ગ્રોથ પર બ્રેક લગાવી શકે છે. બાયબિટનું આ પગલું તેની કોમ્પ્લાયન્સ રણનીતિનો એક ભાગ છે. આના માટે ભારતીય ક્રિપ્ટો યુઝર્સે હવે તેમની પોતાની રણનીતિ ફરીથી નક્કી કરવી પડશે.