ખુંખાર વિલન મુકેશ ઋષિની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વિશે જાણો

બોલીવુડમાં ઘણા એવા કલાકારો છે જેઓ તેમની વિલનની ભૂમિકાઓ માટે ફેમસ થયા છે. આ ભૂમિકાઓમાં તેમનો શક્તિશાળી અભિનય સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. મુકેશ ઋષિ તેમાંથી એક છે. તેમણે તેમના સમગ્ર કારકિર્દી દરમિયાન અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. આજે પણ લોકો તેમને તેમની વિલનની ભૂમિકાઓ યાદ કરે છે.

| Updated on: May 31, 2026 | 7:17 AM
1 / 12
બોલિવૂડના વિલન મુકેશ ઋષિ માટે એક સમય હતો જ્યારે સામાન્ય લોકો પણ તેમનાથી ડરતા હતા.પીઢ અભિનેતા મુકેશ ઋષિ 70 વર્ષના થયા છે.

2 / 12
90 અને 2000 ના દાયકાની અનેક ફિલ્મોમાં ખુંખાર વિલનની ભૂમિકા ભજવનાર મુકેશ ઋષિ હવે ફિલ્મોમાં જોવા મળતા નથી. તો ચાલો આજે આપણે મુકેશ ઋષિના પરિવાર અને પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વિશે જાણીએ.

3 / 12
બોલિવુડના ખુંખાર વિલનનો પરિવાર જુઓ

બોલિવુડના ખુંખાર વિલનનો પરિવાર જુઓ

4 / 12
 બોલિવુડ ફિલ્મના એક લોકપ્રિય વિલન તેઓ લોકોને ડરાવતા હતા. આ અભિનેતા છેલ્લા કેટલાક સમયથી ફિલ્મોમાં જોવા મળ્યો નથી,

5 / 12
મુકેશ ઋષિનો જન્મ 19 એપ્રિલ 1956ના રોજ થયો છે. તે એક ભારતીય અભિનેતા અને ફિલ્મ નિર્માતા છે જે મુખ્યત્વે હિન્દી અને તેલુગુ ફિલ્મોમાં કામ કરે છે. તેમણે મલયાલમ, કન્નડ, પંજાબી, મરાઠી અને તમિલ ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે.

6 / 12
 મુકેશ ઋષિના પિતા એક ઉદ્યોગપતિ હતા. તેમના પિતા ઇચ્છતા હતા કે મુકેશ સારું શિક્ષણ મેળવે જેથી તેઓ તેમના વ્યવસાયમાં મદદ કરી શકે. જોકે, મુકેશને અભ્યાસમાં ખાસ રસ નહોતો. શાળાના દિવસોમાં મુકેશને ક્રિકેટ રમવાનો ખૂબ શોખ હતો. તેઓ પંજાબ યુનિવર્સિટીમાં કેપ્ટન રહી ચૂક્યા છે.

7 / 12
એક દિવસ, મુકેશે તેના પિતાને કહ્યું કે તેને વ્યવસાયમાં કામ કરવાનું મન નથી થતું. તે વિદેશ જવા માંગતો હતો, તેથી તેના પિતાએ તેને એક મિત્ર સાથે રહેવા માટે ફીજી મોકલ્યો. ત્યાં, તેણે એક ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં મેનેજર તરીકે નોકરી કરી. નોકરીની સાથે, મુકેશે મોડેલિંગ પણ કર્યું, અને તેની મોડેલિંગ કારકિર્દી દરમિયાન લોકો તેને ફિલ્મોમાં પ્રવેશવાની સલાહ આપવા લાગ્યા.

8 / 12
તેમને 1993માં ગાર્ડિશ ફિલ્મ સાથે હિન્દીમાં પહેલો બ્રેક મળ્યો અને ત્યારથી, તેમણે પોતાને એક નોંધપાત્ર સહાયક અભિનેતા તરીકે અને વિલન તરીકે ફિલ્મોમાં કામ કર્યું છે.મુકેશ ઋષિ લગ્ન પછી તેઓ ન્યુઝીલેન્ડ ગયા, જ્યાં મુકેશે મોડેલ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી. જોકે, વ્યસ્ત કાર્ય શેડ્યુલને કારણે તેમને મોડેલિંગ માટે ખુબ ઓછો સમય મળતો હતો.

9 / 12
સાત વર્ષ પછી તેઓ મુંબઈ, ભારત પાછા ફર્યા અને રોશન તનેજાની અભિનય શાળામાં પ્રવેશ મેળવ્યો, અને બાદમાં સંજય ખાનની સિરિયલ ધ સ્વોર્ડ ઓફ ટીપુ સુલતાન 1990માં બ્રેક મળ્યો હતો. જ્યાં તેમણે વિલન મીર સાદિકની ભૂમિકા ભજવી હતી.

10 / 12
મુકેશ ઋષિ હિન્દી અને સાઉથ ફિલ્મોના જાણીતા અભિનેતા છે, જેમણે "સરફરોશ" અને "ગુંડા" જેવી ફિલ્મોમાં વિલનની ભૂમિકાઓ ભજવી છે. હિન્દી ઉપરાંત મુકેશ ઋષિએ તેલુગુ, મલયાલમ, કન્નડ, પંજાબી ફિલ્મોમાં કામ કર્યું છે. ભોજપુરી અને  મરાઠીમાં પણ કામ કર્યું છે.

11 / 12
 મુકેશ ઋષિનો પુત્ર, રાઘવ ઋષિ, એક અભિનેતા છે. તે "ફિયરલેસ" અને "ધ ગ્રેટ ઇન્ડિયન એસ્કેપ" જેવી ફિલ્મોમાં જોવા મળી ચૂક્યો છે.

12 / 12
મુકેશ ઋષિની પત્ની કેશની સાથે મજબૂત સંબંધો છે, અને તેમને બે બાળકો છે પુત્ર રાઘવ ઋષિ, એક અભિનેતા અને નિર્માતા, અને પુત્રી જે સંગીતમાં સક્રિય છે.

Follow Us