
ભારત આજે વૈશ્વિક સ્તરે આર્થિક મહાસત્તા તરીકે ચમકી રહ્યું છે, જ્યારે બીજી તરફ કટોરો લઈને ફરતા પાકિસ્તાનમાં મોંઘવારીએ સામાન્ય જનતાની કમર તોડી નાખી છે. ભારતમાં તહેવારો અને લગ્નની ભવ્ય રોનક જોવા મળે છે, જ્યારે પાકિસ્તાનમાં સોનાના ભાવ એટલા ભયાનક સ્તરે પહોંચી ગયા છે કે ત્યાં લગ્ન પ્રસંગે ઘરેણાં ખરીદવાનું લોકો વિચારી પણ શકતા નથી.

જો કોઈ ભારતીય ગ્રાહક પાકિસ્તાનના સોના ચાંદીના બજારની સ્થિતિ જોશે, તો તેને પોતાની આંખો પર વિશ્વાસ નહીં થાય. ગરીબ દેશ પાકિસ્તાનમાં અત્યારે માત્ર 2 તોલા સોનાનો હાર ખરીદવા માટે કોઈએ પોતાની આખી જિંદગીની જમાપુંજી હોમી દેવી પડે તેમ છે. ત્યાં 2 તોલાના હારની અંદાજિત કિંમત 8,00,000 પાકિસ્તાની રૂપિયા (PKR) થી લઈને 9,5,000 પાકિસ્તાની રૂપિયા સુધી પહોંચી ગઈ છે, જેને જોઈને ભારતીયોને હસવું આવી જાય!

આ આંકડો જોઈને જ અંદાજ આવી જશે કે પડોશી દેશમાં પરિસ્થિતિ કેટલી ગંભીર છે. હારની આ આખરી કિંમત સોનાની શુદ્ધતા (21 કેરેટ કે 22 કેરેટ) ઉપરાંત તેના પર લાગતા અસાધારણ મેકિંગ ચાર્જીસ (ઘડામણની મજૂરી) ના કારણે સામાન્ય લોકોના ગજા બહાર નીકળી ગઈ છે.

આ ભયાનક તફાવત પાછળનું મુખ્ય કારણ ભારતીય ચલણની અદભુત મજબૂતાઈ અને ગરીબ દેશ પાકિસ્તાનના ચલણ (PKR) નું આંતરરાષ્ટ્રીય સ્તરે થયેલું ભારે ધોવાણ છે. ડૉલર સામે પાકિસ્તાની રૂપિયો એટલો કંગાલ થઈ ચૂક્યો છે કે ત્યાંની જનતાને સોનું ખરીદવા માટે કાગળના ટુકડાની જેમ રૂપિયાની આખી થેલીઓ ભરીને આપવી પડે છે.

સ્થાનિક બજારના સત્તાવાર આંકડા મુજબ, ગરીબ દેશ પાકિસ્તાનમાં 24 કેરેટ શુદ્ધ સોનાનો ભાવ પ્રતિ તોલા (આશરે 11.66 ગ્રામ) 4,63,280 પાકિસ્તાની રૂપિયા ના રેકોર્ડ સ્તરે છે. એટલે કે માત્ર 1 ગ્રામ સોના માટે ત્યાંના લોકોએ આશરે 39,692 પાકિસ્તાની રૂપિયા ચૂકવવા પડે છે, જે ભારતીય બજારની સરખામણીએ અતિશય વધારે અને ચોંકાવનારું છે.

ભારતમાં સામાન્ય રીતે ઘરેણાં બનાવવા માટે 22 કેરેટ સોનાનો ઉપયોગ થાય છે અને તે ભારતીયોના બજેટમાં ખૂબ જ સરળતાથી ફીટ થઈ જાય છે. પરંતુ પાકિસ્તાનમાં 22 કેરેટ સોનું પ્રતિ તોલા 4,24,670 પાકિસ્તાની રૂપિયા માં વેચાઈ રહ્યું છે, જ્યારે તેનો પ્રતિ 10 ગ્રામનો ભાવ 3,63,830 પાકિસ્તાની રૂપિયાના સ્તરે ટકેલો છે.

ભારતીય ગ્રાહકોના નજરિયાથી જોવામાં આવે તો ભારત પાકિસ્તાન કરતાં ઘણું આગળ અને ઘણું સસ્તું છે. ભારતમાં 10 ગ્રામ સોનાની કિંમત હજારો રૂપિયામાં આંકવામાં આવે છે, જ્યાં મધ્યમ વર્ગ પણ હોંશે-હોંશે દાગીના ખરીદી શકે છે. જ્યારે કટોરો લઈને ફરતા પાકિસ્તાનમાં માત્ર 1 ગ્રામ સોના માટે જ લોકોએ લગભગ 40,000 રૂપિયા ખર્ચવા પડે છે.

સરળ શબ્દોમાં કહીએ તો, ભારતમાં રહેતા લોકો જેટલા બજેટમાં આસાનીથી ભારેખમ અને સુંદર સોનાના ઘરેણાં ખરીદીને લગ્નની શાન વધારે છે, તેટલા પૈસામાં પડોશી ગરીબ દેશ પાકિસ્તાનની અંદર એક નાની વીંટી કે સામાન્ય ચેઈન ખરીદવી પણ સામાન્ય નાગરિક માટે એક બહુ મોટું અને અશક્ય સપનું બની ગયું છે. ભારતની આર્થિક સ્થિરતા સામે પાકિસ્તાન સંપૂર્ણપણે લાચાર દેખાઈ રહ્યું છે.