
સૂત્રએ જણાવ્યું હતું કે એલઆઈસીના શેર મજબૂત પ્રદર્શન કરી રહ્યા છે. દેશની સૌથી મોટી વીમા કંપનીના શેર છેલ્લા છ મહિનામાં 58% ઉછળ્યા છે અને શુક્રવારે 973 પર બંધ થયા છે.

જણાવી દઈએ કે, LICના IPOમાં સરકારે કંપનીનો 3.5% હિસ્સો વેચ્યો હતો અને ઈન્ડેક્સ ફંડમાં વીમાદાતાને સામેલ કરવા માટે અન્ય 1.5% હિસ્સો વેચવાની યોજના બનાવી હતી. શુક્રવારના શેરના બંધ ભાવ અનુસાર LICમાં 1.5% હિસ્સો વેચવાથી સરકારને આશરે રૂ. 92 અબજ એકત્ર કરવામાં મદદ મળી શકે છે.