Gujarati News Photo gallery India first semiconductor manufacturing company IPO buy Polymatech share before IPO from unlisted market
દેશની પહેલી સેમિકન્ડક્ટર ચિપ્સ ઉત્પાદક કંપનીનો આવી રહ્યો છે IPO, તે પહેલા જ ખરીદો Polymatech કંપનીના શેર, જાણો કેવી રીતે કરવી ખરીદી
Polymatech Electronics ના શેરની ફેસ વેલ્યુ 10 રૂપિયા છે અને શેરના ભાવ 847 રૂપિયા છે. કુલ 12 શેરની ખરીદી માટે તમારે 10,164.00 રૂપિયા ચૂકવવા પડશે. ટ્રાન્સેકશન ફી અને સ્ટેમ્પ ડ્યુટી મળીને કુલ 10368.8 રૂપિયા ચૂકવવાના રહેશે. જો તમારા વોલેટમાં ફંડ હશે તો તમે નાણાંની ચૂકવણી કરી શેરની ખરીદી કરી શકશો.
1 / 7
પોલિમેટેક એ ભારતની પ્રથમ સેમિકન્ડક્ટર ચિપ્સ ઉત્પાદક કંપની છે જેની સ્થાપના વર્ષ 2007 માં કરવામાં આવી હતી. Polymatech Electronics જાપાનીઝ ટેક્નોલોજીની અજોડ ઔદ્યોગિક પ્રક્રિયા સાથે ક્લાઈન્ટને ઉત્પાદનો આપે છે. માઈક્રોઈલેક્ટ્રોનિક્સની જરૂરિયાતો માટે પોલિમેટેક ઉત્પાદનો પૂરા પાડે છે.
2 / 7
કંપનીનો એક પ્લાન્ટ દક્ષિણ એશિયાના સૌથી મોટા ઓટોમોબાઈલ હબ, ઓરાગાડમ, શ્રીપેરુમ્બુદુર ખાતે સ્થિત છે, જે ચેન્નાઈના સૌથી ઝડપથી વિકસતા ઉપનગરોમાંનું એક છે અને એક ઔદ્યોગિક વિસ્તાર તરીકે વિકાસ કરી રહ્યું છે. બીજો પ્લાન્ટ કૃષ્ણદેવરાયા હિલ્સ, ક્રિષ્નાગિરી, તમિલનાડુમાં આવેલો છે.
3 / 7
જો તમે Polymatech Electronics ના શેર ખરીદવા માંગતા હોય તો તમે તેને અનલિસ્ટેડ માર્કેટમાંથી https://www.precize.in વેબસાઈટ પરથી લઈ શકો છો. શેરની ખરીદી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આ સ્ટોરીની પાંચમી સ્લાઈડમાં આપવામાં આવી છે.
4 / 7
Polymatech Electronics ના શેરની ફેસ વેલ્યુ 10 રૂપિયા છે અને શેરના ભાવ 847 રૂપિયા છે. કુલ 12 શેરની ખરીદી માટે તમારે 10,164.00 રૂપિયા ચૂકવવા પડશે. ટ્રાન્સેકશન ફી અને સ્ટેમ્પ ડ્યુટી મળીને કુલ 10368.8 રૂપિયા ચૂકવવાના રહેશે. જો તમારા વોલેટમાં ફંડ હશે તો તમે નાણાંની ચૂકવણી કરી શેરની ખરીદી કરી શકશો. જો બેલેન્સ નથી તો તમારે ફંડ એડ કરવું પડશે.
5 / 7
ફંડ એડ કરવા માટે તમે ઓનલાઈન પેમેન્ટ UPI દ્વારા અથવા તો NEFT/RTGS/IMPS દ્વારા બેંક ટ્રાન્સફર કરી શકો છો. જાણો અનલિસ્ટેડ માર્કેટમાંથી શેર ખરીદવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ - https://tv9gujarati.com/photo-gallery/stock-market-know-step-by-step-process-of-buying-shares-from-unlisted-market-ipo-news-ipo-update-914324.html
6 / 7
અનલિસ્ટેડ શેરની અન્ય એક વેબસાઈટ https://www.unlistedarena.com/ પર આપવામાં આવેલી માહિતી અનુસાર Polymatech Electronics નો ઓલ ટાઈમ હાઈ ભાવ 850 રૂપિયા છે જ્યારે ઓલ ટાઈમ લો ભાવ 350 રૂપિયા છે.
7 / 7
Polymatech Electronics ના શેરના ટ્રેન્ડની વાત કરીએ તો તે Extremely Bullish જોવા મળી રહ્યો છે.