
પૂરતી ઊંઘ ન લેવી : જો તમારો ઊંઘનો સમય નક્કી નહીં હોય અથવા રોજ તમે એકસરખા સમયે સુતા નહી હોય તો આ વજન વધવાનું એક મુખ્ય કારણ હોઈ શકે છે. આજકાલ નાના બાળકોમાં પણ સ્થૂળતા જોવા મળી રહી છે. મોટાભાગના લોકો હવે મોડી રાત્રે સુવા જાય છે. પછી સવારે મોડે જાગે છે. આ માત્ર વજનમાં વધારો જ નહીં પરંતુ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક હોય છે. (Image Source | iStock)

હાર્મોનલમાં ચેંજેસ થવા : શરીરમાં હોર્મોનલ ફેરફાર થઈ રહ્યા હોય અથવા હોર્મોનલ અસંતુલન હોય તો પણ વજન વધી શકે છે. ખાસ કરીને મહિલાઓમાં PCOS અને Hypothyroidism જેવી સ્થિતિમાં વજન વધવાની સમસ્યા જોવા મળે છે. જો તમારું વજન કોઈ સ્પષ્ટ કારણ વગર વધી રહ્યું હોય તો યોગ્ય તબીબી તપાસ કરાવવી જરૂરી છે. (Image Source | iStock)

દવાઓ પણ કરી શકે છે વજનમાં વધારો : નિષ્ણાતોના મતે, જો તમે કોઈપણ દવાઓ લઈ રહ્યા હોય તો તે પણ વજનમાં વધારો કરી શકે છે. યોગ્ય સલાહ માટે તમારા ડૉક્ટરની સલાહ લો જેથી તેઓ તમને ડાયટ અને કસરત અંગે યોગ્ય રીતે માર્ગદર્શન આપી શકે. આ તમને તમારા વજનને સરળતાથી નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. (Image Source | iStock)

વધુ પડતો સ્ટ્રેસ : જો તમને સતત સ્ટ્રેસ રહેતો હોય તો તેનાથી રાહત મેળવવાના ઉપાયો અપનાવવું જરૂરી છે. કારણ કે સ્ટ્રેસ પણ વજન વધારવામાં ભૂમિકા ભજવી શકે છે. સ્ટ્રેસ દરમિયાન કોર્ટિસોલ હોર્મોનનું સ્તર વધી શકે છે. આ ઉપરાંત સ્ટ્રેસમાં ઘણી વખત લોકોની શારીરિક પ્રવૃત્તિ ઘટી જાય છે અથવા તેઓ વધુ પડતું ખાવા લાગે છે. (Image Source | iStock)

કેલરી પર ધ્યાન ન આપવી : આપણે લાગે છે કે આપે બાહેરનું ખાવાનુ અવોઈડ કરી રહ્યા છે તો પણ આપણા વજનમાં કેમ વધારો થઈ રહ્યો છે? જો કે હકીકત એ છે કે આપણ ઘરે રાંધેલા ભોજન સાથે પણ, ઘણીવાર આપણા શરીરની જરૂરિયાત કરતાં વધુ કેલરીનો વપરાશ કરે છે અને દિવસભર તેને બર્ન કરી શકતા નથી. આ ચરબીમાં વધારો કરે છે. (Image Source | iStock)

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)