Sagar Solanki |
Sep 25, 2024 | 10:27 PM
હાલના સમયમાં લોકો રોકાણ કરવા પર વધુ ભાર મૂકે છે. અને આ તમામ લોકો પોતાના રોકાણ થકી ભવિષ્ય સુધારવા માગે છે. ત્યારે અહીં એવી બચત યોજનાઓ છે જે તમારા રોકાણ પર Income Tax બચાવવામાં મદદ કરે છે.
કિસાન વિકાસ પત્ર (KVP): ભારતીય ટપાલ વિભાગ દ્વારા ચલાવવામાં આવતી આ નાની બચત યોજના રોકાણ કરતાં બમણું વળતર આપે છે. આગળની સ્લાઈડમાં આને લગતી મહત્વની માહિતી મળશે.
નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC): ટપાલ વિભાગ દ્વારા ચલાવવામાં આવતી આ નાની બચત યોજના પાંચ વર્ષમાં ₹1000ને ₹1449માં ફેરવે છે.
Senior Citizen Savings Scheme (SCSS): આ સૌથી વધુ વ્યાજ કમાતી યોજના ફક્ત નિવૃત્ત ભારતીયો માટે છે.
સુકન્યા સમૃદ્ધિ યોજના (SSA): સરકાર આ યોજના પર સૌથી વધુ વ્યાજ પણ આપે છે, અને આ ખાતું ફક્ત 10 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓ માટે જ ખોલી શકાય છે.
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF): આ સૌથી લોકપ્રિય બચત યોજના 15 વર્ષમાં પરિપક્વ થાય છે, પરંતુ તેને 5 વર્ષ સુધી લંબાવી શકાય છે.