
દિવસ દરમિયાન અનિયમિત અથવા લાંબી નિદ્રા ઓછી કરો: જ્યારે ટૂંકા પાવર નિદ્રા શરીર માટે ફાયદાકારક હોઈ શકે છે ત્યારે દિવસ દરમિયાન લાંબી અથવા અનિયમિત નિદ્રા લેવાથી તમારી રાત્રિની ઊંઘ પર નકારાત્મક અસર પડી શકે છે. દિવસ દરમિયાન સૂવાથી તમારા બોડી ક્લોકમાં ખલેલ પહોંચી શકે છે. જેનો અર્થ છે કે તમને રાત્રે ઊંઘવામાં મુશ્કેલી પડી શકે છે.

આરામદાયક પલંગ, ગાદલું અને ઓશીકું વાપરો: બેડની ગુણવત્તા પણ ઊંઘ પર અસર કરી શકે છે. ઉદાહરણ તરીકે ખરાબ બેડ કમરના નીચેના ભાગમાં દુખાવો વધારી શકે છે. જેના કારણે રાત્રે સારી ઊંઘ મેળવવી મુશ્કેલ બની શકે છે. તેથી આરામદાયક અને સારી ગુણવત્તાવાળા બેગ પર સૂવાનો પ્રયાસ કરો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે. કોઈ પણ વસ્તુઓ અનુસરતા પહેલા તમારે તમારા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.)