ચોંકાવનારો ખુલાસો : ચોમાસાનો 25% ભાગ હવામાં જ થઈ ગયો ગાયબ ? ભારતીય મોનસૂનને લઈને વૈજ્ઞાનિકોની ડરામણી શોધ !

શું તમે જાણો છો કે વાદળોમાંથી વરસતો 25% વરસાદ જમીન સુધી ક્યારેય પહોંચતો જ નથી? IITM પુણેના વૈજ્ઞાનિકોએ પહેલીવાર એવું રહસ્ય શોધ્યું છે જેણે હવામાન વિભાગની ઉંઘ ઉડાવી દીધી છે. વરસાદના ટીપાં હવામાં જ કેમ ગાયબ થઈ રહ્યા છે અને તેની ખેતી પર શું અસર થશે?

| Updated on: Jul 15, 2026 | 7:46 PM
1 / 10
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટિયોરોલોજી (IITM), પુણેની એક નવી અને સનસનાટીપૂર્ણ સ્ટડીમાં બહાર આવ્યું છે કે, જૂનથી સપ્ટેમ્બર દરમિયાન પડતા કુલ ચોમાસાના વરસાદનો સરેરાશ 25% ભાગ જમીન પર પહોંચતા પહેલા જ હવામાં ગાયબ થઈ જાય છે.

2 / 10
દેશના ઈતિહાસમાં આ પહેલી એવી વૈજ્ઞાનિક શોધ છે જેમાં કોઈ ચોક્કસ પ્રયોગ અને આંકડાઓ દ્વારા સાબિત કરાયું છે કે વરસાદનું પાણી હવામાં જ ઓગળી જાય છે.

3 / 10
સંશોધકોના મતે, પશ્ચિમી ઘાટના ઉત્તરીય હિસ્સામાં વરસાદ હવામાં જ ગાયબ થઈ જવાનો આ આંકડો સરેરાશ કરતાં પણ ઘણો વધારે જોવા મળ્યો છે, જે ચિંતાજનક છે.

4 / 10
વરસાદી ટીપાં નીચે પડતી વખતે વરાળ બની જાય છે. આ પ્રક્રિયા રોજ એકસરખી નથી હોતી; કોઈ દિવસ માત્ર 4% તો કોઈ દિવસ અધધધ 61% સુધીનો વરસાદ જમીન જોયા વગર જ હવામાં વિલીન થઈ જાય છે!

5 / 10
વૈજ્ઞાનિકોએ પાણીના સામાન્ય અણુઓ અને ભારે આઇસોટોપ વચ્ચેનો તફાવત માપવા માટે આધુનિક આઇસોટોપ ટેકનિકનો ઉપયોગ કર્યો. પાણી જ્યારે વરાળ બને છે ત્યારે હલકા અણુઓ પહેલા ઉડી જાય છે, જેના પરથી આ સચોટ આંકડો મળ્યો છે.

6 / 10
આ રહસ્ય પરથી પડદો ઉઠાવવા માટે 2019ના ચોમાસામાં પુણેમાં વરસાદના ટીપાં અને હવાના સેમ્પલ લેવાયા હતા અને તેને 'લેઝર સ્પેક્ટ્રોમીટર' તેમજ 'બિલો ક્લાઉડ ઇન્ટરેક્શન મોડલ' દ્વારા તપાસવામાં આવ્યા હતા.

7 / 10
વરસાદ હવામાં જ ગાયબ થવાની આ ઘટના વૈશ્વિક છે. ટ્રોપિકલ વિસ્તારોમાં આ સરેરાશ 20% છે, જ્યારે સ્વિટ્ઝર્લેન્ડના ઝ્યુરિખમાં 40% અને બાર્બાડોસમાં તો 60% વરસાદ જમીન સુધી પહોંચતો જ નથી!

8 / 10
અત્યાર સુધીના વેધર ફોરકાસ્ટિંગ મોડલ્સમાં વરસાદના ટીપાં હવામાં વરાળ બનવાની પ્રક્રિયાને ગણતરીમાં લેવાતી નહોતી. વરાળ બનવાથી આસપાસની હવા ઠંડી થાય છે અને તેનાથી નવા વાદળો બનવાની પ્રક્રિયા પ્રભાવિત થાય છે, હવે આ સ્ટડીથી નવી સચોટ આગાહીઓ શક્ય બનશે.

9 / 10
ભારત એક કૃષિપ્રધાન દેશ છે. જો 25% વરસાદ જમીન પર પહોંચ્યા વિના જ હવામાં ઉડી જતો હોય, તો તેનાથી ભૂગર્ભ જળ (Groundwater), સિંચાઈ અને પાકની પેટર્ન પર ખૂબ જ ગંભીર અને નકારાત્મક અસર પડી શકે છે.

10 / 10
IITM પુણેના મુખ્ય સંશોધક સૈકત સેનગુપ્તાના મતે આ પશ્ચિમી ઘાટનો પહેલો અંદાજ છે. હવે આગામી સમયમાં આખા ભારતમાં આ રિસર્ચ કરાશે, જેથી રાજસ્થાન જેવા સૂકા પ્રદેશો અને દરિયાકાંઠાના ભેજવાળા વિસ્તારોનું સાચું ચિત્ર સામે આવી શકે.

Published On - 7:46 pm, Wed, 15 July 26

Follow Us