તમારી જીભ બળી ગઈ હોય તો કરો આ ઘરગથ્થુ ઉપચાર, મિનિટોમાં મળશે રાહત

|

Sep 19, 2022 | 11:37 PM

lifestyle Tips: ઘણીવાર કોઈ ગરમ વસ્તુ ખાવાથી કે પીવાથી જીભ બળી જાય છે. કેટલાક લોકો તેને કુદરતી રીતે આપમેળે ઠીક થવા દે છે પણ કેટલાક ઘરઘથ્થુ ઉપાયોથી તમે તેમાંથી જલ્દી રાહત મેળવી શકો છો.

1 / 5
ગરમ ચા કે કોફી પીવાથી કેટલીકવાર જીભ બળી જાય છે. તેને કારણે ઘણીવાર તમે બીજુ કઈ ખાઈ કે પી નથી શકતા. મોંમાં થયેલી આ સમસ્યાને ઘરઘથ્થુ ઉપાયોથી દૂર કરી શકાય છે. ચાલો જાણીએ તે ઘરઘથ્થુ ઉપાયો.

2 / 5
ખાવાનો સોડાઃ જીભ બળી જવાની સ્થિતિમાં તમે બેકિંગ સોડાના ઘરઘથ્થુ ઉપચાર પણ અપનાવી શકો છો. આ માટે તમારે એક ગ્લાસમાં ઠંડુ પાણી લેવુ અને તેમા અડધી ચમચી ખાવાનો સોડા નાખવો. આ પાણીથી મોંમાં કોગળા કરો અને ત્યારબાદ થોડો સમય તમારા મોંમાં બરફ રાખો.

3 / 5
મીઠાં વાળુ ઠંડુ પાણીઃ જો કોઈ ગરમ વસ્તુ ખાધા પછી જીભ બળી જાય અને તમને સતત બળતરા થતી હોય તો તમારે મીઠાવાળા ઠંડા પાણીની રેસિપી અપનાવવી જોઈએ. ઠંડા પાણીમાં મીઠું મિક્સ કરીને તેને પીઓ.

4 / 5
ફુદીનાની પેસ્ટઃ જો ગરમ ખાધા કે પીધા પછી જીભ બળી જાય તો તરત જ ફુદીનાના પાનનો ઉપયોગ કરો. તમારે ફુદીનાના પાનને પીસીને તેમા થોડું મધ ઉમેરો. હવે તેને બળી ગયેલી જીભના ભાગ પર લગાવો અને થોડીવાર માટે છોડી દો. ફુદીનાની ઠંડકની અસર તમને રાહત અપાવવાનું કામ કરશે.

5 / 5
દહીં : આ સ્થિતિમાં તમે ઠંડુ દહીં ખાઈ શકો છો. આ બળી ગયેલી જીભમાંથી બળતરા દૂર કરવાનું કામ કરશે.

Next Photo Gallery