
હર્બલ ટી પીવો: જો ઊંઘ ન આવવાની સમસ્યા છે તો સૂતા પહેલા હર્બલ ટી પી લેવી જોઈએ. તેમાં રહેલા એન્ટિઓક્સિડન્ટ તમારા મનને શાંત કરે છે અને તમને આરામ મહેસૂસ કરાવે છે. આનાથી ઊંઘ પણ સારી આવે છે.

હળદર વાળું દૂધ પીવો: જો તમે થાકી ગયા છો તો એકવાર આ ઉપાય જરૂરથી અજમાવો. રાત્રે સૂતા પહેલા દૂધ ગરમ કરો અને તેમાં એક ચપટી હળદર પાવડર ઉમેરો અને તેને મિક્સ કરો. આ પછી, દૂધને હુંફાળું કરીને પીવો.

હળવો ખોરાક ખાઓ: રાત્રે ભારે ખોરાક ખાવાનું ટાળો. ડોક્ટરો રાત્રે હળવું અને સહેલાઈથી પચી જાય એવું ભોજન કરવાની સલાહ આપે છે. સૂતા પહેલા ઓછામાં ઓછા બે કલાક પહેલાં જમવું જોઈએ. આનાથી ઊંઘ સારી આવે છે.

મેડિટેશન કરો: જ્યારે ઊંઘ ન આવતી હોય ત્યારે સુવાની પહેલા થોડી બ્રીધિંગ એક્સરસાઇઝ કરો. મેડિટેશનથી મન શાંત થાય છે અને તણાવ પણ દૂર થાય છે, જેથી સારી ઊંઘ આવે છે.