
સરકારી વળતર યોજનાઓ: જો વીમા પૉલિસી યુદ્ધ સંબંધિત મૃત્યુને આવરી લેતી નથી તો સરકાર દ્વારા જાહેર કરાયેલા વળતર યોજનાઓ હેઠળ મદદ મળી શકે છે. જો કે આ સહાય વીમા દાવા જેવી નથી અને તેની રકમ અને શરતો અલગ અલગ હોઈ શકે છે.

સામાન્ય નાગરિકો માટે તેમની વીમા પૉલિસીના નિયમો અને શરતો કાળજીપૂર્વક વાંચવી અને યુદ્ધ અથવા આતંકવાદ સંબંધિત ઘટનાઓના કિસ્સામાં કયું કવરેજ ઉપલબ્ધ હશે તે સમજવું મહત્વપૂર્ણ છે. જો જરૂરી હોય તો ખાસ કવરેજ વિકલ્પોનો વિચાર કરો અને વીમા એજન્ટની સલાહ લો. (અહીં આપેલી માહિતી મળતી જાણકારી મુજબ છે. વધું જાણકારી માટે તમારા વીમા એજન્ટને મળવું.)