
ધાતુ અને રંગની વાત કરવામાં આવે તો 10 રૂપિયાનો અસલી સિક્કો દ્વિધાતુનો હોય છે, એટલે કે, તે બે ધાતુઓનો બનેલો હોય છે. બહારથી એલ્યુમિનિયમ-બ્રોન્ઝ, અને અંદરથી નિકલ-બ્રોન્ઝ હોય છે. વધુમાં તેનો રંગ એકસમાન અને ચમકદાર હોય છે, જ્યારે નકલી સિક્કાઓમાં ઝાંખા અથવા અસમાન રંગો હોઈ શકે છે.

વજન અને કદની વાત કરવામાં આવે તો એક અસલી સિક્કાનું વજન સંતુલિત હોય છે, જ્યારે નકલી સિક્કા ભારે કે હળવા હોઈ શકે છે. કદમાં થોડો ફેરફાર પણ હોઈ શકે છે.

પડવા પર અવાજ કેવો આવે તેની વાત કરવામાં આવે તો જ્યારે અસલી સિક્કો જમીન પર પડે છે, ત્યારે તે સ્પષ્ટ ધાતુનો અવાજ કરે છે. નકલી સિક્કા પડે ત્યારે પોલા અવાજ કરે છે.

ચુંબકીય અસર પણ એક મહત્વનો ભાગ છે. સાચા સિક્કા થોડા ચુંબકીય હોય છે. તેઓ ચુંબક પ્રત્યે થોડું આકર્ષણ દર્શાવે છે. નકલી સિક્કા કાં તો ચોંટી જાય છે અથવા બિલકુલ પ્રતિક્રિયા આપતા નથી.