
ઉનાળો બાળકો માટે એક પડકારજનક ઋતુ હોય છે. આ સમય દરમિયાન બાળકોનું શરીર ઝડપથી ડિહાઇડ્રેટ થઈ શકે છે. સાથે બાળકોની પાચનતંત્ર નબળી પડી શકે છે.

પેકેજ્ડ જ્યુસ : પેકેજ્ડ જ્યુસમાં વાસ્તવિક ફળોની માત્રા ઓછી અને ખાંડની માત્રા વધુ હોય છે. આ બાળકોના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે.

ઠંડા પીણા અને સોડા : ઠંડા પીણામાં ખાંડ અને કેમિકલનું પ્રમાણ વધારે માત્રામાં હોય છે. તેથી શરીરમાં ડિહાઇડ્રેન થઈ શકે છે. આ બાળકો માટે એક બિનઆરોગ્યપ્રદ વિકલ્પ છે.

આઈસ્ક્રીમ અને ઠંડુ ખોરાક : બાળકોને ઉનાળા દરમિયાન આઈસ્ક્રીમ ખાવું પસંદ હોય છે. પરંતુ વધુ પડતા ઠંડા ખોરાક ગળામાં ચેપ અને શરદીનું કારણ બની શકે છે. આ બાળકોની રોગપ્રતિકારક શક્તિને નબળી બનાવી શકે છે.

તળેલું ખોરાક : પકોડા, ચિપ્સ અને સમોસા જેવા તળેલા ખોરાક ઉનાળાની ગરમીમાં ભારે હોય છે. તે પચવામાં મુશ્કેલ હોય છે અને પેટમાં દુખાવો અથવા ગેસનું કારણ બની શકે છે.

મસાલેદાર ખોરાક : મસાલેદાર ખોરાક શરીરની ગરમી વધારે છે. બાળકોને વધુ પડતો મસાલેદાર ખોરાક આપવાથી પેટમાં બળતરા અને અસ્વસ્થતા થઈ શકે છે.

વાસી ખોરાક : ઉનાળાની ગરમીમાં ખોરાક ઝડપથી બગડે છે. વાસી ખોરાક ખાવાથી ફૂડ પોઈઝનિંગનું જોખમ વધે છે. જે બાળકો માટે ગંભીર હોઈ શકે છે.

ફાસ્ટ ફૂડ : બર્ગર, પિઝા અને નૂડલ્સ બાળકોને લોકપ્રિય હોય છે. પરંતુ તેમાં પોષણનો અભાવ હોય છે. ઉનાળામાં તે શરીરને વધુ નુકસાન પહોંચાડી શકે છે.

વધુ પડતી મીઠાઈઓ : વધુ પડતી મીઠાઈઓ અને ચોકલેટ ખાવાથી બાળકો સુસ્ત અને ડિહાઇડ્રેટ થઈ શકે છે. આનાથી તેમની ભૂખ પણ ઓછી થઈ શકે છે.

ઉનાળા દરમિયાન બાળકોને તરબૂચ, કાકડી, દહીં, છાશ અને નારિયેળ પાણી આપવું શ્રેષ્ઠ હોય છે. તાજો, હળવો, ઘરે બનાવેલો ખોરાક બાળકોને ઠંડક અને સ્વસ્થ રાખે છે. ઉનાળા દરમિયાન યોગ્ય ખોરાક લેવો એ બાળકોને બીમારીથી બચાવવાનો સૌથી સરળ ઉપાય છે.

નોંધ : અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.