WTC ફાઈનલ જીતનાર ટીમને મળશે 31 કરોડ, ICCએ પ્રાઈઝ મનીમાં કર્યો અનેક ગણો વધારો

ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાએ 11 જૂનથી લંડનના લોર્ડ્સ સ્ટેડિયમમાં યોજાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે પોતાની ટીમોની જાહેરાત કરી છે. આ વખતે ફાઈનલ ખાસ રહેશે કારણ કે ICCએ મોટી ઈનામી રકમની જાહેરાત કરી છે. આ ઈનામી રકમ છેલ્લી બે ટુર્નામેન્ટમાં આપવામાં આવેલી ઈનામી રકમ કરતાં બમણી છે.

| Updated on: May 15, 2025 | 6:39 PM
4 / 9
ICC ચેરમેન જય શાહે ગુરુવાર, 15 મેના રોજ આ જાહેરાત કરી અને કહ્યું કે આ વખતે વિજેતા અને ઉપવિજેતા વચ્ચે કુલ 5.76 મિલિયન યુએસ ડોલર એટલે કે લગભગ 49 કરોડ રૂપિયાનું વિતરણ કરવામાં આવશે.

5 / 9
WTC ફાઈનલ જીતનાર ટીમને 3.6 મિલિયન યુએસ ડોલર એટલે કે 31 કરોડ રૂપિયા મળશે. આ અગાઉની બે ફાઈનલ (2021 અને 2023) કરતા 20 લાખ વધુ છે. અગાઉ, ઈનામની રકમ $1.6 મિલિયન હતી.

6 / 9
ફાઈનલમાં હારનારી ટીમને 2.16 મિલિયન યુએસ ડોલર એટલે કે લગભગ 18.5 કરોડ રૂપિયા મળશે. આ રકમ ગયા વખતની ફાઈનળ કરતા લગભગ ત્રણ ઘણી વધારે છે. અગાઉ, બંને ફાઈનલમાં હારી ગયેલી ભારતીય ટીમને 8 લાખ ડોલર આપવામાં આવ્યા હતા.

7 / 9
આ જાહેરાત કરતા જય શાહે સોશિયલ મીડિયા પર લખ્યું, “આ ઈનામી રકમ ICCનો ટેસ્ટ ક્રિકેટ અને 9 ટીમોની શ્રેષ્ઠ રમતને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ છે”. જય શાહે વધુમાં કહ્યું, “મને ખાતરી છે કે લોર્ડ્સના દર્શકો તેમજ વિશ્વભરમાંથી આવતા ચાહકોને ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે એક શાનદાર WTC ફાઈનલ મેચ જોવા મળશે”.

8 / 9
WTC ફાઈનલમાં રમી રહેલી બે ટીમો ઉપરાંત, પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને રહેલી ભારતીય ટીમને પણ ઘણા પૈસા મળશે. ભારતીય ટીમને 1.44 મિલિયન યુએસ ડોલર એટલે કે લગભગ 12 કરોડ રૂપિયા મળશે. જ્યારે ચોથા સ્થાને રહેલી ન્યુઝીલેન્ડની ટીમને 1.20 મિલિયન યુએસ ડોલરની ઈનામી રકમ મળશે.

9 / 9
આ ઉપરાંત, ઈંગ્લેન્ડને 960,000 યુએસ ડોલર, શ્રીલંકાને 840,000 યુએસ ડોલર, બાંગ્લાદેશને 720,000 યુએસ ડોલર, વેસ્ટ ઈન્ડિઝને 600,000 યુએસ ડોલર અને પાકિસ્તાનને 480,000 યુએસ ડોલરની ઈનામી રકમ મળશે. (All Photo Credit : PTI / GETTY / X)