ફાઈવ સ્ટાર હોટલને ટકકર આપે છે, આ રેલવે સ્ટેશનની સુવિધા છે ગજબની, જુઓ ફોટો
હૈદરાબાદમાં એક નવું રેલવે સ્ટેશન તૈયાર થયું છે.જે એરપોર્ટ જેવી સુવિધાઓથી સજ્જ છે. ચેરલાપલ્લી રેલ્વે સ્ટેશનજાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. તો ચાલો જાણીએ 430 કરોડમાં બનેલા આ રેલવે સ્ટેશન વિશે ખાસ વાતો.
1 / 5
જો આ સ્ટેશન પર યાત્રિકોની ટ્રેન મોડી થઈ તો ચિંતા કરવાની જરુર નથી. કારણ કે, હવે આ રેલવે સ્ટેશન પર એરપોર્ટ જેવી સુવિધા બનાવવામાં આવી છે. ચેરલાપલ્લી રેલ્વે સ્ટેશન પર સ્લીપિંગ પોડ્સમાં મુસાફરો આરામ કરી શકે છે. અહિ આવશો તો તમને એવું લાગશે તમે ફાઈવ સ્ટાર હોટલમાં આવ્યા હોય.
2 / 5
દરેક પોડમાં તકિયા, ચાદર, મોબાઈલ ચાર્જિંગ પોર્ટ અને લોકર જેવી સુવિધાઓ પણ સામેલ છે. સામાન અને શુઝ રાખવા માટે અલગ અલગ લોકરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
3 / 5
હૈદરાબાદમાં એક એવું રેલવે સ્ટેશન આવ્યું છે. જેને જોઈ તમે એરપોર્ટ પણ ભૂલી જશો. ચેરલાપલ્લી રેલવે સ્ટેશનને અંદાજે 430 કરોડ રુપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે.જેની હાલમાં ખુબ ચર્ચા થઈ રહી છે.
4 / 5
નવા ટર્મિનલથી સિકંદરાબાદ, હૈદરાબાદ અને કાચીગુડા ખાતેના અન્ય રેલ ટર્મિનલ્સ પર ભીડ ઓછી થવાની આશા છે.ગ્રાઉન્ડ ફ્લોરમાં એક લાઉન્જ પણ બનાવવામાં આવી છે
5 / 5
નવી સુવિધામાં બે મોટા ફૂટઓવરબ્રિજ અને લિફ્ટ અને એસ્કેલેટરનો સમાવેશ થાય છે. 12 મીટર પહોળો ફૂટ-ઓવર-બ્રિજ બધા પ્લેટફોર્મને સીધો જોડે છે. રેલવે સ્ટેશન પર 6 બુકિંગ કાઉન્ટર તેમજ મહિલા અને પુરુષ માટે અલગ અલગ વેટિંગ એરિયા પણ બનાવવામાં આવ્યા છે.