
પણ શું તમે જાણો છો કે માનવ શરીરનું એવું પણ એક અંગ છે જે મૃત્યુ પછી પણ આખા 10 વર્ષ સુધી જીવિત રહી શકે છે? આ અંગ છે – હૃદયના વાલ્વ. ડોનેટ લાઈફ જેવી અંગદાન સંસ્થાના જણાવ્યા મુજબ, વ્યક્તિના મૃત્યુ પછી હૃદયમાંથી વાલ્વ કાઢી શકાય છે અને તેને યોગ્ય રીતે પ્રોસેસ, સ્ટેરિલાઈઝ અને પ્રિઝર્વ કરીને 10 વર્ષ સુધી સાચવી શકાય છે.

આવા વાલ્વો પાછળથી જરૂરિયાતમંદ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરીને ઉપયોગમાં લેવામાં આવે છે. અંતે, એવું કહી શકાય કે માનવ શરીરનું આ અંગ.. હૃદયના વાલ્વ મૃત્યુ પછી પણ વર્ષો સુધી ઉપયોગી રહી શકે છે. અંગદાનની દ્રષ્ટિએ આ માહિતી ખૂબ જ મહત્વપૂર્ણ છે અને એ માટે લોકોને જાગૃત કરવાનો સમય આવી ગયો છે.