આજે બપોરે 12.30 વાગ્યે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરના ગર્ભગૃહમાં પૂજા કરી હતી. તેમની સાથે RSS ના વડા મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ ગર્ભગૃહમાં હાજર રહ્યા હતા. રામ મંદિરમાં ભગવાન રામના બિરાજમાન સાથે પીએમ મોદીએ કહ્યું કે 500 વર્ષનો રાહનો આજે અંત આવ્યો છે.