
"ડુ નોટ ડિસ્ટર્બ" મોડ ચાલુ કરો: તમારી સ્ક્રીનની ઉપરથી નીચે સ્વાઇપ કરો."ડુ નોટ ડિસ્ટર્બ" અથવા "ક્યુએટ મોડ" પર ટેપ કરો. આ મોડ વાંરવાર આવતી નોટિફિકેશન બંધ કરી દેશે. આ ઓપ્શન ત્યારે કામ લાગી શકે છે જ્યારે તમે કોઈ જરુરી કામ અથવા તો મિટિંગમાં બેઠા હોય આ મોડ ઓન કરવાથી તેટલા સમય માટે નોટિફિકેશન આવતી બંધ થઈ શકે અને આવતો તો તેનો અવાજ નહીં આવે.

નોટિફિકેશનને લોન્ગ પ્રેસ કરવાથી: આ ઉપરાંત, નોટિફિકેશનને બીજી રીતે પણ બંધ કરી શકાય છે. ફોન સ્ક્રીનને નીચે સ્લાઇડ કરો. આ પછી, વારંવાર દેખાતી જાહેરાત અને નોટિફિકેશન પર લાંબો સમય દબાવી રાખો. જેમ તમે નોટિફિકેશન પર લાંબો સમય દબાવશો. ત્યાં એક બેલ આઇકોન દેખાશે. તમે તેના પર ક્લિક કરીને તે નોટિફિકેશનને બંધ કરી શકો છો. આ રીતે, ફોનમાં આવતી નોટિફિકેશનને બંધ કરી શકાય છે.

આ સિવાય જો ફોનની નોટિફિકેશન વાંરવાર તમારુ ધ્યાન ખેંચી રહી હોય તો થોડા સમય માટે ફોનનો ઉપયોગ બંધ કરો આમ તમને નોટિફિકેશન તમને પરેશાન નહીં કરે.