Solar System for Home : તમારા ઘર માટે કેટલા kW સોલાર સિસ્ટમ જરૂરી છે ? કન્ફ્યુઝન આજે જ દૂર કરો

ઘર માટે યોગ્ય સોલાર સિસ્ટમ (kW) પસંદ કરવી હવે સરળ છે. વીજળી બિલ ઘટાડવા અને લાંબાગાળે બચત કરવા માટે 3kW થી 10kW સુધીના વિકલ્પો સમજો.

| Updated on: May 27, 2026 | 5:34 PM
1 / 6
ઉનાળાની શરૂઆત થતાં જ ઘરમાં વીજળીનો વપરાશ ઝડપથી વધી જાય છે. એસી, કૂલર, ફ્રિજ અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોના વધતા ઉપયોગને કારણે દર મહિને આવતું વીજળીનું બિલ પણ લોકોની ચિંતા વધારતું હોય છે. આવી સ્થિતિમાં હવે ઘણા લોકો સોલાર સિસ્ટમ તરફ વળી રહ્યા છે.

2 / 6
સોલાર એનર્જી માત્ર વીજળીના બિલમાં બચત જ કરાવતી નથી, પરંતુ લાંબા ગાળે એક સારો રોકાણ વિકલ્પ પણ માનવામાં આવે છે. જોકે, મોટાભાગના લોકોના મનમાં એક જ પ્રશ્ન હોય છે કે પોતાના ઘર માટે કેટલી kWની સોલાર સિસ્ટમ યોગ્ય રહેશે. જો તમે પણ આ મૂંઝવણમાં હોવ, તો આ માહિતી તમારા માટે ઉપયોગી બની શકે છે.

3 / 6
3kW સોલાર સિસ્ટમ કોના માટે યોગ્ય? : જો તમારા ઘરનું માસિક વીજળી બિલ અંદાજે ₹2,000 થી ₹3,000 સુધી આવે છે, તો 3kW સોલાર સિસ્ટમ તમારા માટે સારો વિકલ્પ બની શકે છે. આ સિસ્ટમ દરરોજ આશરે 15 યુનિટ અને મહિને લગભગ 450 યુનિટ સુધી વીજળી ઉત્પન્ન કરી શકે છે. આ સિસ્ટમથી તમે 1 ટન એસી, ટીવી, ફ્રિજ, પંખા અને અન્ય સામાન્ય ઘરગથ્થુ ઉપકરણો સરળતાથી ચલાવી શકો છો. નાના અને મધ્યમ પરિવાર માટે આ સિસ્ટમ વધુ ઉપયોગી માનવામાં આવે છે.

4 / 6
5kW અને 6kW સોલાર સિસ્ટમ કોના માટે વધુ સારી? : જો તમારા ઘરમાં વીજળીનો વપરાશ વધુ હોય અને દર મહિને ₹4,000 થી ₹8,000 સુધીનું બિલ આવતું હોય, તો 5kW અથવા 6kW સોલાર સિસ્ટમ વધુ યોગ્ય રહેશે.5kW સોલાર સિસ્ટમ મહિને અંદાજે 750 યુનિટ સુધી વીજળી ઉત્પન્ન કરી શકે છે, જ્યારે 6kW સિસ્ટમ લગભગ 900 યુનિટ સુધી વીજળી આપી શકે છે. આ સિસ્ટમ સાથે તમે બે એસી સહિત અનેક ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો એકસાથે સરળતાથી ઉપયોગ કરી શકો છો.

5 / 6
8kW અને 10kW સોલાર સિસ્ટમ ક્યારે પસંદ કરવી? : મોટા ઘર અથવા વધુ સભ્યો ધરાવતા પરિવારો માટે 8kW અને 10kW સોલાર સિસ્ટમ વધુ સારો વિકલ્પ બની શકે છે. 8kW સિસ્ટમ દર મહિને અંદાજે 1,200 યુનિટ સુધી વીજળી ઉત્પન્ન કરે છે, જ્યારે 10kW સિસ્ટમ લગભગ 1,500 યુનિટ સુધી વીજળી આપી શકે છે. જો તમારા ઘરમાં સતત વધુ વીજળી વપરાશ થતો હોય, બહુવિધ એસી, મોટર, ગીઝર અથવા અન્ય હેવી ઉપકરણો ચાલતા હોય, તો આવી મોટી ક્ષમતાવાળી સોલાર સિસ્ટમ લાંબા ગાળે વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

6 / 6
સોલાર સિસ્ટમ પસંદ કરતા પહેલા તમારા ઘરના સરેરાશ વીજળી વપરાશ, છત પર ઉપલબ્ધ જગ્યા અને બજેટનું યોગ્ય મૂલ્યાંકન કરવું જરૂરી છે. સાથે જ સરકાર દ્વારા આપવામાં આવતી સબસિડી વિશે પણ માહિતી મેળવી લેવી જોઈએ, જેથી ખર્ચમાં વધુ બચત થઈ શકે.આજના સમયમાં સોલાર સિસ્ટમ માત્ર એક વિકલ્પ નથી, પરંતુ ભવિષ્ય માટેનું સ્માર્ટ અને બચતભર્યું રોકાણ બની રહ્યું છે.

Published On - 4:39 pm, Wed, 27 May 26

Follow Us