જો તમે ઇન્સ્ટાગ્રામની જેમ વોટ્સએપ પર ગીતનું સ્ટેટસ મુકવા માંગો છો, તો હવે વોટ્સએપમાં પણ આ ફીચર આવી ગયુ છે . વોટ્સએપે તેના યુઝર્સ માટે એક નવું ફીચર શરૂ કર્યું છે. જેમાં તમે તમારી પસંદનું કોઈપણ ગીત તમારા સ્ટેટસ પર મૂકી શકો છો.
વોટ્સએપ સ્ટેટસ પર ગીત ઉમેરવાની પ્રક્રિયા એકદમ સરળ છે. આ તમને તમારી સામે જ મળશે. આ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ જ કામ કરશે. મેટાએ વોટ્સએપ યુઝર્સ માટે તેને ખૂબ જ સરળ બનાવી દીધું છે.
સ્ટેટસમાં સોંગ મુકવા માટે સૌથી પહેલા તમારું WhatsApp અપડેટ્સ કરી દો
આ કર્યા પછી WhatsApp ખોલો.
હવે સ્ટેટસના વિકલ્પ પર પણ ક્લિક કરો. હવે તમે જે સ્ટેટસ પર મૂકવા માંગો છો તે ગેલેરીમાંથી ફોટો પસંદ કરો.
ફોટો પસંદ કર્યા પછી, તમે સ્ટેટસ એડિટિંગ સ્ક્રીનની ઉપર ડાબી બાજુએ બતાવેલ મ્યુઝિક આઇકન જોશો. તેના પર ક્લિક કરો.અહીં સર્ચ બારમાં, તમે ઘણા બધા સોંગ જોવા મળશે, તેમાંથી તમને ગમતુ કોઈ એક સિલેક્ટ કરી લો
અહીં તમે જોઈતો ગીતનો પાર્ટ પણ લગાવી શકો છો જે ઈન્સ્ટાગ્રામની જેમ જ કામ કરે છે
હવે Done પર ક્લિક કરી અને સ્ટોરી અપલોડ કરી દો. બસ આટલું કરતા સોંગ તમારા ફોટા સાથે વાગવા લાગશે
Published On - 1:10 pm, Tue, 1 April 25