
રોજગારીના દૃષ્ટિકોણથી દૈનિક 100 થી 200 કચોરી વેચી શકાય છે, જેમાં એક કચોરી ₹20 થી ₹30 માં વેચી શકાય છે. આમ દૈનિક ₹2000 થી ₹3000 જેટલી આવક થઈ શકે છે, જ્યારે માસિક આવક ₹60,000 થી ₹90,000 સુધીની થઈ શકે છે. હવે જો માલ-સામગ્રીનો ખર્ચ બાદ કરીએ તો, ₹20,000 થી ₹40,000 નો ચોખ્ખો નફો મળી જાય છે.

માર્કેટિંગ માટે સોશિયલ મીડિયા (જેમ કે Facebook, Instagram) પર પેજ બનાવો, લોકલ વોટ્સએપ ગ્રુપ્સમાં જાહેરાત કે પ્રમોશન મેસેજ કરો, ફ્લાયર્સ વિતરણ કરો અને “Buy 5 Get 1 Free” જેવી ઓફર આપીને ગ્રાહકને આકર્ષી શકાય છે.

કચોરી બિઝનેસ આમ ખૂબ ઓછા રોકાણમાં પણ સારો નફો આપી શકે છે. જો કચોરીનો સ્વાદ, તેની ગુણવતા અને શોપ પર હાઈજિનનું ખાસ ધ્યાન રાખવામાં આવે, તો ગ્રાહકો આપમેળે જ દુકાન તરફ ખેંચાશે.