
ઘર કે બાલ્કનીને સુંદર લુક આપવા માટે મોટાભાગના લોકો છોડ લગાવવાનું પસંદ કરે છે. તેનાથી ઘરની હવા તાજી રહે છે. ઘરની સુંદરતા પણ વધે છે. તમે કોઈપણ છોડ લગાવી શકો છો, પરંતુ જો બજેટ ઓછું હોય તો જેડ પ્લાન્ટ ઉગાડવો સારો વિકલ્પ બની શકે છે. (Image Source | iStock)

જેડ પ્લાન્ટને માત્ર બીજથી જ નહીં, પરંતુ પાંદડાની મદદથી પણ સરળતાથી ઉગાડી શકાય છે. જોકે, તેને ઉગાડવાની યોગ્ય રીત જાણવી જરૂરી છે, જેથી તમારી મહેનત અને પૈસા બંને બચી શકે. (Image Source | iStock)

જેડ પ્લાન્ટમાંથી એવું પાંદડું પસંદ કરો જે લીલું, જાડું અને નીચેના ભાગેથી મૂળ ધરાવતું હોય. સાથે જ એ વાતનું પણ ધ્યાન રાખો કે પાંદડા પર કોઈ બીમારી કે સડવાના નિશાન ન હોય. છોડમાંથી પાંદડું કાઢતી વખતે ધ્યાન રાખો કે તેનો એ ભાગ પણ સંપૂર્ણપણે નીકળી જાય, જ્યાં પાંદડું છોડના થડ સાથે જોડાયેલું હતું. (Image Source | iStock)

સૌથી પહેલાં કુંડુ પસંદ કરવો.તેના કદની સાથે તેમાં ડ્રેનેજ હોલ છે કે નહીં તે પણ તપાસવું. જો ડ્રેનેજ હોલ બંધ હોય તો તેમાં છોડ લગાવો નહીં. હંમેશાં એવા કુંડાનો ઉપયોગ કરો જેમાં પાણી બહાર નીકળવા માટે યોગ્ય હોલ હોય. જેથી પાંદડાની મદદથી જેડ પ્લાન્ટ સરળતાથી ઉગાડી શકાય. (Image Source | iStock)

હંમેશાં મૂળ ધરાવતું પાંદડું પસંદ કરવું. કારણ કે મૂળમાંથી જ છોડનો વિકાસ થાય છે. ઘણી વખત મૂળ માટીની અંદર ફેલાતું રહે છે. જેના કારણે જેડ પ્લાન્ટ સ્વસ્થ રહે છે. તેથી છોડ ઉગાડવા માટે મૂળવાળા પાંદડાનો ઉપયોગ કરવો વધુ યોગ્ય માનવામાં આવે છે. (Image Source | iStock)

હંમેશાં સારી ગુણવત્તાવાળી માટીનો ઉપયોગ કરવો. જેમાં છાણનું ખાતર ભેળવેલું હોય. સામાન્ય માટીનો ઉપયોગ કરવાને બદલે નર્સરીમાંથી યોગ્ય માટી ખરીદવી વધુ સારું રહેશે. તેનાથી છોડને યોગ્ય પોષણ મળી શકે છે. તેની વૃદ્ધિ પણ સારી થઈ શકે છે. (Image Source | iStock)

બધી સામગ્રી ભેગી કર્યા બાદ માટી તૈયાર કરો અને મૂળવાળા પાંદડાને લગભગ 2 ઇંચ જેટલું માટીની અંદર લગાવવું જોઈએ. ત્યારબાદ યોગ્ય પ્રમાણમાં પાણી આપવું અને છોડની વૃદ્ધિ પર નજર રાખવી. જેડ પ્લાન્ટને ઘણી વખત વધારે પાણીની જરૂર પડતી નથી, તેથી પાણી આપતી વખતે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. (Image Source | iStock)

જો શરૂઆતથી જ છોડની સારી રીતે કાળજી રાખવામાં આવે તો પછી વધારે મહેનત કરવાની જરૂર પડતી નથી. પાણી, સૂર્યપ્રકાશ, ખાતર અને ફર્ટિલાઇઝરનું યોગ્ય ધ્યાન રાખવું અને જરૂરિયાત મુજબ તેનો ઉપયોગ કરવો. લગભગ એક મહિનામાં છોડમાં વૃદ્ધિ જોવા મળી શકે છે. જો કોઈ ફેરફાર જોવા ન મળે તો પાંદડાને ફરીથી યોગ્ય રીતે લગાવવાનો પ્રયાસ કરી શકો છો. (Image Source | iStock)

નોંધ : આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. (Image Source | Magnific)