Vanuatu ની નાગરિકતા મેળવવા માટે ચાર મુખ્ય રસ્તા છે. નેચરલાઈઝેશન, લગ્ન, વંશાનુગત અધિકાર અને ઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ. નેચરલાઈઝેશન માટે 10 વર્ષનું નિવાસ જરૂરી છે, જ્યારે લગ્નથી 2 વર્ષમાં નાગરિકતા મળી શકે છે. રોકાણ કાર્યક્રમ હેઠળ $130,000 (આશરે 1.08 કરોડ રૂપિયા)થી અરજી શક્ય છે.
નેચરલાઈઝેશન દ્વારા નાગરિકતા જેમાં ઓછામાં ઓછા 10 વર્ષ સુધી સતત વનુઆતુમાં રહેવું આવશ્યક છે. બિસ્લામા (Bislama) ભાષાની પરીક્ષા પાસ કરવી પડે છે, જેનાથી તે સાબિત થાય કે તમે ત્યાંની સંસ્કૃતિ અને ભાષા સાથે ભળી ગયા છો.
લગ્નના આધાર પર નાગરિકતા અંગે વાત કરીએ તો જો તમે વનુઆતુના નાગરિક સાથે લગ્ન કરો છો અને 2 વર્ષ સુધી ત્યાં રહેતા હો, તો નાગરિકતા માટે અરજી કરી શકો છો.
વંશાનુગત નાગરિકતા (Citizenship by Descent) કે જેમાંજો તમારા માતા-પિતા અથવા દાદા-દાદી વનુઆતુના નાગરિક હોય, તો તમને સીધી નાગરિકતા મળી શકે છે.
રોકાણ દ્વારા નાગરિકતા (Citizenship by Investment) કે જેમાં ડેવલપમેન્ટ સપોર્ટ પ્રોગ્રામ (DSP): ઓછામાં ઓછા $130,000 (આશરે 1.08 કરોડ રૂપિયા)નું દાન આપવું પડે છે. કૅપિટલ ઇન્વેસ્ટમેન્ટ ઇમિગ્રેશન પ્લાન (CIIP): $155,000 (આશરે 1.29 કરોડ રૂપિયા)નું ખર્ચ થાય છે, જેમાંથી $50,000નું રોકાણ તરીકે પરત મળી શકે છે. આ પ્રક્રિયા માત્ર 1-2 મહિનામાં પૂરી થઈ શકે છે.
જરૂરી શરતોની વાત કરવામાં આવે તો અરજીકર્તાની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ. આરોગ્ય સારો હોવો જોઈએ અને કોઈ ગુનાહિત રેકોર્ડ ન હોવો જોઈએ. અરજીકર્તા પાસે ઓછામાં ઓછા $250,000 (આશરે 2.1 કરોડ રૂપિયા)ની સંપત્તિ હોવી જોઈએ, જેથી તેની આર્થિક સ્થિરતા સાબિત થાય.
Published On - 9:47 pm, Mon, 24 February 25