
જો આપણે આજની સોલાર પેનલની કિંમત પર નજર કરીએ તો, આ સબસિડી 1 kW સિસ્ટમ માટે રૂ. 30,000, 2 kW સિસ્ટમ માટે રૂ. 60,000 અને 3 kW અથવા તેથી વધુની સોલર પેનલ માટે રૂ. 78,000 થાય છે.

આ યોજના હેઠળ તમારે પહેલા સત્તાવાર વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરવી પડશે. તે પછી જો તમે પાત્ર હશો તો સરકાર તમારી પાસેથી તમારા ખાતાની વિગતો માંગશે, જેમાં તમારે ખાતાની માહિતી સાથે કેન્સલ ચેક આપવાનો રહેશે. આ પછી સબસિડી મેળવવાની પ્રક્રિયામાં 30 દિવસનો સમય લાગી શકે છે.

સબસિડી સંબંધિત દાવાઓ એક મહિનામાં પતાવટ કરવાની હોય છે. જો કે હવે સરકાર આ પ્રક્રિયા ઝડપી બનાવવા જઈ રહી છે.