અરીસો, સ્મોક ડિટેક્ટર કે ચાર્જર… હોટલ રૂમમાં ક્યાં છુપાઈ શકે છે હિડન કેમેરો ? જાણો બચવાના 5 ઉપાય !

ટૂર હોય કે કામ માટેની મુસાફરી, આપણે ઘણીવાર અન્ય શહેરોમાં હોટલમાં રોકાઈએ છે. હોટલમાં પહોંચ્યા બાદ મોટાભાગના લોકો રૂમ સ્વચ્છ છે કે નહીં તે જ તપાસે છે. પરંતુ પોતાની પ્રાઈવસી અને સુરક્ષા માટે રૂમમાં કોઈ હિડન કેમેરા અથવા રેકોર્ડિંગ ડિવાઇસ તો નથી ને, તે અંગે પણ સાવચેત રહેવું જરૂરી છે.

| Updated on: Sep 29, 2026 | 11:36 AM
1 / 8
હોટલમાં પહોંચ્યા બાદ આરામ કરતા પહેલાં થોડી મિનિટો રૂમની આસપાસ ધ્યાનપૂર્વક જોવું. ખાસ કરીને એવી જગ્યાઓ તપાસવી જ્યાં કોઈ નાનું ઇલેક્ટ્રોનિક ડિવાઇસ અથવા કેમેરા છુપાવી શકાય. (Image Source | iStock)

2 / 8
એલાર્મ ક્લોક, USB ચાર્જર, સ્વિચબોર્ડ, પ્લગ પોઇન્ટ, સ્મોક ડિટેક્ટર, ફોટો ફ્રેમ, અરીસા અને અન્ય ડેકોરેશનની વસ્તુઓને ધ્યાનથી જુઓ. કોઈ વસ્તુ અસામાન્ય લાગે, તેમાં નાનું લેન્સ દેખાય અથવા તે જગ્યાએ તેનું હોવું શંકાસ્પદ લાગે તો તેને અવગણશો નહીં. (Image Source | iStock)

3 / 8
જો કોઈ વસ્તુ અંગે ગંભીર શંકા હોય તો તેને તોડવાનો કે જાતે દૂર કરવાનો પ્રયાસ કરવો નહીં. શક્ય હોય તો તેની ફોટો અથવા વીડિયો પુરાવા તરીકે સાચવો અને હોટલ મેનેજમેન્ટ અથવા સ્થાનિક પોલીસને જાણ કરો. જો તમારી પ્રાઈવસી સાથે ગંભીર ચેડાં થયા હોવાની શંકા હોય, તો રૂમ છોડીને સુરક્ષિત સ્થળે જવું પણ યોગ્ય હોઈ શકે છે. (Image Source | iStock)

4 / 8
રૂમ અંધારું કરીને કેટલીક ઇલેક્ટ્રોનિક વસ્તુઓમાં નાની LED અથવા અન્ય પ્રકાશ દેખાય છે કે નહીં તે તપાસો. જોકે, દરેક કેમેરામાં આવું પ્રકાશ દેખાય તે જરૂરી નથી. (Image Source | iStock)

5 / 8
કેટલાક કેમેરામાં infrared પ્રકાશ હોય છે. જેને કેટલાક સ્માર્ટફોન કેમેરા જોઈ શકે છે. અંધારામાં ફોન કેમેરા વડે શંકાસ્પદ ડિવાઇસને તપાસી શકાય છે. પરંતુ આ પદ્ધતિથી કેમેરો ચોક્કસ રીતે મળી જશે એવું માનવું નહીં. (Image Source | iStock)

6 / 8
અરીસા અને કાચની વસ્તુઓ ધ્યાનથી જોવું. ખાસ કરીને બેડ અથવા બાથરૂમ તરફ સીધા દેખાતા અરીસાની આસપાસ કોઈ અસામાન્ય ગેપ, નાનું લેન્સ અથવા ઇલેક્ટ્રોનિક ભાગ દેખાય છે કે નહીં તે તપાસવું. (Image Source | iStock)

7 / 8
ખાસ કરીને બેડરૂમ અથવા બાથરૂમ જેવી ખાનગી જગ્યામાં શંકાસ્પદ ડિવાઇસ મળે તો ત્યાં રહેવાનું ટાળો અને હોટલ મેનેજમેન્ટને તરત જાણ કરો. ગંભીર પરિસ્થિતિમાં સ્થાનિક પોલીસનો સંપર્ક કરો. (Image Source | iStock)

8 / 8
નોંધ : આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. (Image Source | iStock)

Follow Us
Loading...
Unable to load recommendations.