
Earbudsના સ્પીકર પર ચોટેલી ગંદકી દૂર કરો: ઈયરબડનો એ ભાગ જે કાનમાં નાખીએ છે તેના સ્પીકર પર જાળી જેવું હોય છે અને તેના પર ગંદકી જમા થયેલી જોવા મળશે તેને એક કોટનથી હળવા હાથે સાફ કરી લો. તેની ધારોમાંથી ગંદકી દૂર ના થાય તો પાતળી સળી લઈને તેની ધારો માંથી ગંદકી દૂર કરો પણ ધ્યાન રાખવું લાકડી સ્પીકરમાં ના જતી રહે.

Earbudsનું કવર સાફ કરો : જો તમારા ઇયરબડ્સ કરવ પણ સાફ કરો. તેને પણ કોટન પર સહેજ વિનેગર લઈ બાહ્ય તેમજ અંદરના ભાગને સાફ કરી લો. ધ્યાન રાખો કે વિનેગરમાં કોટન ડુબોડીને નીતારીને લુછવુ નહીં તો બડ્સના અંદરના ભાગમાં વિનેગરના ટીપા પડી શકે છે અને તે તમારા Earbudsને ખરાબ કરી શકે છઠે.

ચાર્જિંગ તેમજ બડ્સનું કેસ સાફ કરો: ઈયરબડનું કેસ હોય તો તેને પણ સાફ કરવું જરુરી છે. તેને સૂકા કપડાથી અંદર અને બહાર સાફ કરો. આ સિવાય તેના ચાર્જિંગ વાયરને એટલે કે ડેટા કેબલ પર ગંદકી જામી હોય તો કોટન પર વિનેગર લઈ વાયરને બરોબર સાફ કરી લો
Published On - 10:41 am, Tue, 7 October 25