
જ્યારે તમે મુસાફરીમાં હોવ કે બહાર હોવ અને અચાનક ફોનની બેટરી પૂરી થઈ જાય તથા આસપાસ ચાર્જર કે પાવર બેંક ન મળે, ત્યારે બીજો સ્માર્ટફોન કામમાં આવી શકે છે. રિવર્સ ચાર્જિંગ ફીચરની મદદથી એક ફોનની બેટરીમાંથી બીજા ફોનમાં પાવર ટ્રાન્સફર કરી શકાય છે.

સ્માર્ટફોનથી બીજા સ્માર્ટફોનને ચાર્જ કરવાની પ્રક્રિયાને રિવર્સ ચાર્જિંગ કેહવાય છે. અલગ-અલગ કંપનીઓ આ સુવિધાને 'બેટરી શેર', 'પાવર શેર' કે સેમસંગમાં 'વાયરલેસ પાવર શેર' જેવા નામોથી ઓળખાવે છે. આ ફીચર દરેક સ્માર્ટફોનમાં હોવું જરૂરી નથી.

જો તમારે વાયર વગર ચાર્જ કરવું હોય તો પાવર આપનારા ફોનમાં 'રિવર્સ વાયરલેસ ચાર્જિંગ' અને ચાર્જ થનારા ફોનમાં 'વાયરલેસ ચાર્જિંગ' સપોર્ટ હોવો જોઈએ. સૌથી પહેલા મેઈન ફોનમાં પાવર શેર ઓન કરી, બીજા ફોનને તેની પીઠ પાછળ બરાબર ગોઠવવાનો રહે છે.

વાયરલેસ ચાર્જિંગ સારી રીતે ચાલે તે માટે બંને ફોનની પાછળની સપાટી એકબીજા સાથે યોગ્ય રીતે ટચ થવી ખૂબ જરૂરી છે. જો ફોનની પોઝિશન ખોટી હશે અથવા જાડું બેક કવર હશે, તો ચાર્જિંગ શરૂ નહીં થાય અથવા ખૂબ ધીમું થશે.

ના, ફોનથી ફોન ચાર્જ કરવાની સ્પીડ સામાન્ય ચાર્જર કે ફાસ્ટ ચાર્જર જેવી હોતી નથી. તેનો મુખ્ય હેતુ માત્ર ઈમરજન્સીમાં ફોનને થોડો સમય ચાલુ રાખવા જેટલી બેટરી આપવાનો છે. આથી 100% ચાર્જિંગની અપેક્ષા રાખવી યોગ્ય નથી.

વાયરલેસ ચાર્જિંગ દરમિયાન બંને ફોન એકબીજાની ખૂબ નજીક હોવાથી તાપમાન વધી શકે છે અને ફોન ગરમ થઈ શકે છે. જો ફોન વધુ પડતો ગરમ થાય તો ચાર્જિંગ સ્પીડ ઘટી જાય છે અથવા પ્રોસેસ બંધ થઈ જાય છે, જેથી આવી સ્થિતિમાં ચાર્જિંગ અટકાવી દેવું હિતાવહ છે.

હા, એન્ડ્રોઈડથી આઈફોન ચાર્જ કરી શકાય છે, પરંતુ તે બંને મોડેલની ટેકનોલોજી પર નિર્ભર કરે છે. જો એન્ડ્રોઈડમાં રિવર્સ વાયરલેસ ચાર્જિંગ હોય અને આઈફોન વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ કરતો હોય તો આ શક્ય બને છે. વાયર્ડ ચાર્જિંગ માટે બંને ફોનમાં પાવર આઉટપુટ સપોર્ટ હોવો જરૂરી છે.

આ સિક્રેટ ફીચરનો ઉપયોગ માત્ર ઈમરજન્સી સ્થિતિમાં જ કરવો જોઈએ. દૈનિક ધોરણે રિવર્સ ચાર્જિંગનો ઉપયોગ કરવાથી બંને સ્માર્ટફોનની બેટરી હેલ્થ પર નકારાત્મક અસર પડી શકે છે.