શું તમે પણ Paytm ફાસ્ટેગ બદલવા માગો છો? તમારે શું કરવુ જોઇએ ?
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ (RBI) Paytm બેંક પર પ્રતિબંધ લગાવી દીધો છે. જે પછી Paytm બેંકની સેવાનો ઉપયોગ કરતા ઘણા લોકોમાં મૂંઝવણ ઊભી થઈ છે. કેટલાક લોકો Paytm ફાસ્ટેગ બદલવા માગે છે, જો તમે પણ મુંઝવણમાં છો અને Paytm ફાસ્ટેગ બદલવા માગો છો, તો આ પ્રોસેસને ફોલો કરો.
1 / 6

2 / 6
Paytm બેંક યુઝર્સને વોલેટ, ફાસ્ટેગ અને મેટ્રો કાર્ડ અને NCMC કાર્ડની સેવાઓ પ્રદાન કરે છે. ફાસ્ટેગ એ ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ છે, તેની ગેરહાજરીમાં તમારે ડબલ ટોલ ટેક્સ ચૂકવવો પડી શકે છે. જો તમે પણ Paytm FASTag ને લઈને મૂંઝવણમાં છો, તો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તમે Paytm FASTag કેવી રીતે સરન્ડર કરી શકો છો. અમે તમને નવું FASTag કેવી રીતે ખરીદવું તે પણ જણાવીશું.
3 / 6
Paytm FASTag સરેન્ડર કરવા માટે તમારે 1800-120-4210 પર કૉલ કરવો પડશે.ત્યારબાદ તમારે ફોન પરની સૂચનાઓનું પાલન કરવું પડશે. કોલ દરમિયાન FASTag પસંદ કરવાનો વિકલ્પ હશે. કૉલ દરમિયાન FASTag ને કાયમી ધોરણે નિષ્ક્રિય કરવાનો વિકલ્પ મળશે. તેને પસંદ કરી આગળ વધવાનું રહેશે.
4 / 6
બધી વિગતો સબમિટ કર્યા પછી FASTag નિષ્ક્રિય કરવાનું કન્ફર્મેશન મળશે. જે પછી તમે તમારા માટે એક નવો FASTag ખરીદી શકો છો.
5 / 6
તમે કોઈપણ બેંકમાંથી નવો FASTag મેળવી શકો છો. જેમાં SBI, HDFC, ICICI અને ઘણી બેંકોના નામ સામેલ છે. FASTag ઑફલાઇન ખરીદવા માટે તમારે તમારી શાખા અથવા નજીકની કોઈપણ બેંકમાં જવું પડશે. ત્યાં FASTag ખરીદવા માટે એક ફોર્મ ભરવાનું રહેશે.
6 / 6