
આ સિવાય તમે બીજી પદ્ધતિનો પણ ઉપયોગ કરી શકો છો. જો તમારી પાસે નંબર છે અને તમે તેને સેવ કર્યા વિના કૉલ કરવા માગો છો, તો આ બ્રાઉઝર દ્વારા પણ શક્ય છે.

સૌથી પહેલા તમારા ફોનનું બ્રાઉઝર જેમ કે ક્રોમ ઓપન કરો. આ પછી, એડ્રેસ બારમાં https://wa.me/91XXXXXXXXXX ટાઇપ કરો . હવે ગો દબાવો અને WhatsApp ખોલો. હવે તમે કોલ અથવા મેસેજ કરી શકો છો.

વોટ્સએપનું આ નવું ફીચર ખાસ કરીને એવા લોકો માટે ઉપયોગી છે કે જેઓ નવા નંબરોથી વારંવાર ચેટ કરવા અથવા કોલ કરવા માગે છે પરંતુ તેમને તેમના કોન્ટેક્ટ લિસ્ટમાં સેવ કરવા નથી માંગતા.

આ સુવિધા ડિલિવરી એજન્ટ્સ, હોટલ, ગ્રાહક સપોર્ટ અથવા અન્ય અસ્થાયી નંબરો માટે ખૂબ જ ઉપયોગી થશે. WhatsApp સતત નવા ફીચર્સ લાવીને યુઝર્સના અનુભવને સુધારી રહ્યું છે. હવે નંબર સેવ કર્યા વગર ડાયરેક્ટ કોલ કરવાનું ઝડપી, સરળ અને સુવિધાજનક બની ગયું છે.