ઉંમર પ્રમાણે કેટલી ઊંઘ લેવી જરૂરી? જાણી લો થશે ફાયદો

જેમ આપણે સંતુલિત આહાર લઈએ અને રોજિંદા જીવનમાં સક્રિય રહીએ છીએ તે રીતે, રાત્રે પૂરતી અને ગુણવત્તાયુક્ત ઊંઘ લેવી પણ માનસિક તેમજ શારીરિક સુસ્થતા માટે એટલી જ જરૂરી છે. હવે જાણીએ કે જુદી–જુદી ઉંમરના લોકો માટે કેટલી ઊંઘ આવશ્યક માનવામાં આવે છે.

| Updated on: Dec 04, 2025 | 4:57 PM
4 / 6
નવજાત શિશુઓ (0–3)મહિના આ ઉંમરના બાળકોને દરરોજ અંદાજે 14 થી 17 કલાક સુધી ઊંઘની જરૂર હોય છે, જેમાં દિવસ દરમ્યાન લેવામાં આવતા ઝોકાં પણ સામેલ છે. તેમની ઊંઘ બે પ્રકારની હોય છે ‘સક્રિય ઊંઘ’, જેમાં શિશુ શરીરમાં હળચલ કરે છે, આંખો ઝબૂકે છે , અને ‘શાંત ઊંઘ’, જેમાં તેઓ સ્થિર રીતે સૂઈ જાય છે અને સમાન ગતિએ શ્વાસ લે છે. નવજાત બાળકો સામાન્ય રીતે દિવસ-રાતનો ફરક સમજતા નથી, તેથી તેઓ ખોરાકની જરૂરિયાતને કારણે દર થોડા કલાકે જાગતા રહે છે. ( Credits: AI Generated )

5 / 6
4 થી 12 મહિનાના બાળકને ઓછામાં ઓછી 12 થી 16 કલાક ઊંઘ જરૂરી હોય છે. 1 થી 2 વર્ષની ઉંમરના બાળકોને 11 થી 14 કલાક આરામની જરૂર પડે છે. જ્યારે બાળક 3 થી 5 વર્ષની પ્રિસ્કૂલ ઉંમરમાં હોય, ત્યારે તેને પણ 11 થી 14 કલાક ઊંઘ પૂરતી ગણાય છે. 6 થી 12 વર્ષની ઉંમરના બાળકોને દરરોજ 9 થી 12 કલાક ઊંઘ લેવી જોઈએ. કિશોરાવસ્થા (13 થી 17 વર્ષ) દરમિયાન 8 થી 10 કલાકની ઊંઘ આરોગ્ય માટે ઉત્તમ છે. 18 વર્ષ પછીના વયસ્કોને ઓછામાં ઓછા 7 કલાક ઊંઘની જરૂરિયાત રહે છે, જ્યારે 60 વર્ષથી ઉપરના લોકોને સામાન્ય રીતે 7 થી 8 કલાક ઊંઘ લેવી અનિવાર્ય માનવામાં આવે છે. ( Credits: AI Generated )

6 / 6
આથી, તમારી ઉંમર અનુસાર પૂરતી ઊંઘ લેવી બહુ જરૂરી છે. યોગ્ય માત્રામાં આરામ તમારા શરીરને સારી રીતે કામ કરવામાં મદદ કરે છે, તેને પુનઃઉર્જાવાન બનાવે છે અને બાળકોના સ્વસ્થ વિકાસમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. ( નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેન પરથી લેવામાં આવી છે, જે ફક્ત તમારી જાણકારી માટે છે.) ( Credits: AI Generated )