1 બેરલ ક્રૂડ ઓઈલમાંથી ખરેખર કેટલું પેટ્રોલ બને છે ? જાણો કિંમત નક્કી થવા પાછળનો ‘મોટો ખેલ’

શું તમે ક્યારેય વિચાર્યું છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં બેરલના હિસાબે વેચાતું કાચું તેલ તમારા વાહનના પેટ્રોલ પંપ સુધી પહોંચતા લિટરમાં કેવી રીતે બદલાઈ જાય છે? ઘણીવાર આપણને પ્રશ્ન થાય છે કે, જો ક્રૂડ ઓઈલ સસ્તું હોય, તો પેટ્રોલ કેમ મોંઘું મળે છે?

| Updated on: Mar 28, 2026 | 3:35 PM
1 / 6
ઇન્ટરનેશનલ માર્કેટમાં કાચું તેલ (ક્રૂડ ઓઈલ) બેરલમાં વેચાય છે અને તેની કિંમત પણ પ્રતિ બેરલના હિસાબે નક્કી કરવામાં આવે છે. એવામાં ભારતમાં આપણે તેલ માપવા માટે લિટરનો ઉપયોગ કરીએ છીએ. આ બધા વચ્ચે જાણવું જરૂરી છે કે, એક બેરલ બરાબર કેટલા લિટર થાય? જણાવી દઈએ કે, 1 બેરલમાં અંદાજે 159 લિટર ક્રૂડ ઓઈલ હોય છે.

2 / 6
ક્રૂડ ઓઈલમાંથી પેટ્રોલ, ડીઝલ, જેટ ફ્યુઅલ, મરીન ફ્યુઅલ, LPG વગેરે બનાવવામાં આવે છે. પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ મુખ્યત્વે રોડ ટ્રાન્સપોર્ટમાં થાય છે. જેટ ફ્યુઅલનો ઉપયોગ વિમાનમાં, મરીન ફ્યુઅલનો ઉપયોગ જહાજોમાં અને LPGનો ઉપયોગ રસોઈ ગેસ તરીકે થાય છે.

3 / 6
US Energy Information Administrationની વેબસાઇટ પર આપેલી માહિતી મુજબ, 1 બેરલ ક્રૂડ ઓઈલમાંથી 19 થી 20 ગેલન ગેસોલિન (પેટ્રોલ) ઉત્પન્ન થાય છે. સરળ શબ્દોમાં સમજીએ તો, '1 ગેલન = 3.78 લિટર' થાય. ટૂંકમાં, એક બેરલ ક્રૂડ ઓઈલમાંથી અંદાજે 72 થી 75 લિટર પેટ્રોલ બને છે. આવી જ રીતે, એક બેરલ ક્રૂડ ઓઈલમાંથી 41 થી 45 લિટર ડીઝલનું ઉત્પાદન કરવામાં આવે છે.

4 / 6
સમગ્ર વિશ્વમાં ક્રૂડ ઓઈલની કિંમત માટે Brent Crudeને સ્ટાન્ડર્ડ માનવામાં આવે છે. અલગ-અલગ દેશોના 'ક્રૂડ ઓઇલ' તેની ગુણવત્તા અને માંગના આધારે 'બ્રેન્ટ ક્રૂડ' કરતાં ડિસ્કાઉન્ટ રેટ પર અથવા પ્રીમિયમ રેટ પર વેચાય છે. હાલમાં બ્રેન્ટ ક્રૂડ 105 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું છે.

5 / 6
જો તમે સામાન્ય ગણિત લગાવશો તો જોશો કે, 159 લિટર ક્રૂડ ઓઈલ ₹9,867 માં એટલે કે એક લિટર ક્રૂડ ઓઈલ ₹62માં મળી રહ્યું છે, જ્યારે પેટ્રોલ તો ₹100માં વેચાઈ રહ્યું છે. એવામાં ક્રૂડ ઓઈલ ખરીદ્યા પછી તેને ભારત લાવવામાં આવે છે, રિફાઈનરીમાં તેનું પ્રોસેસિંગ થાય છે અને આ પ્રોસેસિંગ દ્વારા અલગ અલગ પ્રકારના ઇંધણ બનાવવામાં આવે છે તથા તેમને અલગ કરવામાં આવે છે.

6 / 6
ત્યારબાદ પેટ્રોલ કે ડીઝલ તમારા વિસ્તાર સુધી પહોંચાડવામાં આવે છે. આ બધા માટે એક મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર હોય છે અને આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ખર્ચની સાથે સરકારનો ટેક્સ ઉમેરાય છે. આ બધું મળીને તમારા સુધી પહોંચતા તેલ અને ગેસની કિંમત નક્કી થાય છે.

Published On - 2:50 pm, Sat, 28 March 26

Follow Us