
તેનો અર્થ એ કે ISI આ દેશોમાં કામ કરતા એજન્ટોને વધુ પૈસા ચૂકવે છે. જાસૂસોને ચૂકવણી કરવા માટે, પાકિસ્તાન સરકાર દ્વારા ISI ને દર વર્ષે 5 અબજ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે.

ISI આ પૈસાનો ઉપયોગ તેના કર્મચારીઓને પગાર ચૂકવવા અને જાસૂસોને ફી ચૂકવણી કરવા માટે કરે છે. રિપોર્ટ મુજબ, હાલમાં ISI હેઠળ 4 હજાર કર્મચારીઓ છે. પાકિસ્તાન સરકાર કે ગુપ્તચર એજન્સી ISI એ ક્યારેય આ અંગે કંઈ કહ્યું નથી, પરંતુ પકડાયેલા જાસૂસો દ્વારા કરવામાં આવેલા ખુલાસા મુજબ, પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી માહિતીના આધારે જાસૂસોને ચૂકવણી કરે છે

પંજાબ પોલીસે ફેબ્રુઆરી 2025 માં અમૃતસરથી ISI એજન્ટની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ, અમૃતસર ગ્રામ્યના SSP એ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. એસએસપીએ કહ્યું કે આઈએસઆઈ નાની માહિતી માટે 5 હજાર રૂપિયા અને મોટી માહિતી માટે 10 હજાર રૂપિયા આપે છે. 2011 માં, એક અમેરિકન અધિકારી પાકિસ્તાન માટે જાસૂસી કરતા પકડાયો હતો. આ અધિકારીએ ખુલાસો કર્યો હતો કે પાકિસ્તાને તેને જાસૂસી માટે 3 કરોડ રૂપિયા આપ્યા હતા.