
ઊંઘનો અભાવ ચિંતા અને ડિપ્રેશન તરફ દોરી જાય છે. આવી સ્થિતિમાં પૂરતી માત્રામાં ઊંઘ લેવી ખૂબ જ જરૂરી હોય છે. ઊંઘના અભાવથી વજનમાં વધારો થઈ શકે છે. તંદુરસ્તી માટે પૂરતી ઊંઘ જરૂરી હોય છે.

ઊંઘ દરમિયાન આપણા મગજમાં જે પ્રક્રિયાઓ થાય છે તે આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને જાળવવા માટે મહત્વપૂર્ણ હોય છે.

પૂરતી ઊંઘ લેવાથી સ્ટ્રેસ અને ચિંતામાં ઘટાડો થાય છે અને તંદુરસ્તી પણ જળવાય છે.

ઊંઘની ઉણપથી માઈન્ડ પર નકારાત્મક અસર પડી શકે છે અને હૃદય સંબંધિત બીમારીનું જોખમ વધવાની આશંકા રહે છે.

નિષ્ણાતો મુજબ, ઓછામાં ઓછી 7થી 8 કલાકની ઊંઘ સ્વાસ્થ માટે જરૂરી હોય છે.

તેથી જો તમે 8થી 9 કલાકની ઊંઘ પણ ન લઈ શકતા હોય તો ચિંતા કરશો નહીં.

આ તમારા મગજને સ્વસ્થ રાખવાની સાથે સાથે તમારા શારીરિક સ્વાસ્થ્યને પણ યોગ્ય રાખવામાં મદદ કરી શકે છે.

નોંધ: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.
Published On - 12:40 pm, Fri, 24 April 26