
આ રોકાણ ભંડોળ દ્વારા દેશભરમાં 50,000 થી વધુ અટકેલા આવાસ પ્રોજેક્ટ્સ પરવડે તેવા અને મધ્યમ આવક ધરાવતા જૂથના આવાસ પ્રોજેક્ટ્સ માટે પૂર્ણ કરવામાં આવી રહ્યા છે.

SWAMIH ફંડ 2 શરૂ કરવામાં આવશે. જેમાં ₹15,000 કરોડનું ભંડોળ હશે. સરકાર, બેંકો અને ખાનગી રોકાણકારો આમાં યોગદાન આપશે. જે 1 લાખ વધુ આવાસ એકમોના નિર્માણને ઝડપી બનાવવામાં મદદ કરશે. સરકાર હાઉસિંગ પ્રોજેક્ટ્સમાં PPP મોડેલને પ્રોત્સાહન આપવાની યોજના ધરાવે છે. જેથી ખાનગી ડેવલોપર્સ અને રોકાણકારો પણ તેમાં ભાગ લઈ શકે.

ભાડાના મકાનોને પ્રોત્સાહન આપવા માટે એક નવી નીતિ રજૂ કરવામાં આવશે, જેથી સ્થળાંતરિત કામદારો, વિદ્યાર્થીઓને સસ્તા ભાડાના મકાનો મળી શકે છે. "Urban Challenge Fund" ની સ્થાપના કરવામાં આવશે, જેમાં ₹1 લાખ કરોડનું ભંડોળ હશે. આનાથી શહેરોમાં આવાસ અને શહેરી સુધારણા પ્રોજેક્ટ્સને નાણાકીય સહાય મળશે.