
મેષ રાશિ: આજે તમારો દિવસ ઉત્સાહ અને સકારાત્મક ઊર્જાથી ભરેલો રહેશે. સવારથી જ રોજના કામકાજમાં ગતિ જોવા મળશે. જો તમે બિઝનેસ અથવા ઓફિસમાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાનું વિચારી રહ્યા છો, તો અનુભવી લોકો અને વડીલોની સલાહ લેવી ખૂબ લાભદાયી નીવડશે. નોકરી કરતા લોકોને સહકર્મીઓ તરફથી યોગ્ય સાથ-સહકાર મળશે, જેનાથી અટકેલા કાર્યો સમયસર પૂરા થશે. આર્થિક દ્રષ્ટિએ દિવસ સામાન્ય અને સ્થિર રહેશે. જૂના રોકાણ કે યોજનાઓમાંથી સારો લાભ મળવાની શક્યતા છે. પરિવાર સાથે સાંજનો સમય આનંદદાયક વિતશે અને ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. ઉત્સાહ જાળવી રાખવા માટે ખાવા-પીવામાં કાળજી રાખવી અને પૂરતું પાણી પીવું. (ઉપાય: હનુમાન ચાલીસાના પાઠ કરો અને હનુમાનજીને લાલ ફૂલ અર્પણ કરો.)

વૃષભ રાશિ: આજે ઓફિસમાં તમારા કામની પ્રશંસા થશે અને નવી જવાબદારીઓ મળી શકે છે. વેપારમાં રોકાણ કરવા માટે દિવસ અનુકૂળ છે પરંતુ અનુભવી લોકોની સલાહ અવશ્ય લેવી. પરિવારમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં વાણી પર સંયમ રાખવો, નહિતર મતભેદ થઈ શકે છે. જૂના મિત્ર સાથે મુલાકાત મનને ખુશ કરશે. આંખો અથવા માથાનો દુખાવો થઈ શકે છે, પૂરતો આરામ કરવો જરૂરી છે. (ઉપાય: લક્ષ્મીજીને સફેદ મિષ્ટાન અર્પણ કરો.)

મિથુન રાશિ: આજે કોઈ અટકેલું કામ પૂરું થવાથી રાહત મળશે પણ માનસિક મૂંઝવણ ચાલુ રહેશે. ઓનલાઈન શોપિંગ કે બિનજરૂરી વસ્તુઓ પાછળ અચાનક પૈસા વપરાઈ જશે, જેના પછી અફસોસ થઈ શકે છે. વિદ્યાર્થીઓનું મન ભણવામાંથી ભટકી શકે છે. ઘરમાં નાની-નાની વાતનું બતંગડ ન બનાવો. આખો દિવસ દોડધામના લીધે પગમાં દુખાવો રહેશે. (ઉપાય: ગણેશજીને દૂર્વા ચડાવો.)

કર્ક રાશિ: આજે લાગણીઓમાં વહીને કે ભાવુક થઈને કોઈ પણ વચન કે નિર્ણય ન લેવો, નહિતર કોઈ તમારો ગેરફાયદો ઉઠાવી શકે છે. નોકરીમાં બોસ કે સિનિયર સાથે વાત કરતી વખતે શબ્દોની પસંદગી ધ્યાનથી કરવી. આર્થિક બાબતે લેવડ-દેવડમાં ખાસ સાવધાની રાખવી. જીવનસાથી સાથે વાતચીત કરવાથી મન હળવું થશે પણ નકારાત્મક વિચારસરણીથી દૂર રહેવું. ત્વચા કે ગળાને લગતી નાની-મોટી તકલીફ થઈ શકે છે. (ઉપાય: શિવલિંગ પર દૂધ મિશ્રિત જળ અર્પિત કરો.)

સિંહ રાશિ: આજે તમારો મૂડ વારંવાર બદલાઈ શકે છે, જેનાથી આસપાસના લોકો થોડા પરેશાન થશે. બિઝનેસમાં આજે ધાર્યા પ્રમાણે મોટો ફાયદો નહીં થાય પરંતુ કોઈ મોટું નુકસાન પણ નહીં થાય. મિત્રો સાથે અચાનક નાની મુલાકાત કે વાતચીત થવાની શક્યતા છે. ઘરમાં બાળકોના અભ્યાસ કે કરિયરને લઈને થોડી ચિંતા રહી શકે છે. વધારે ગુસ્સો કરવાથી કે ઉતાવળ કરવાથી બ્લડ પ્રેશર અથવા એસિડિટીની તકલીફ વધશે. ટૂંકમાં આજે મન શાંત રાખવું. (ઉપાય: સૂર્યદેવને અર્ઘ્ય આપો.)

કન્યા રાશિ: આજે દિવસ થોડો પડકારજનક રહી શકે છે અને મહેનતના પ્રમાણમાં ફળ ઓછું મળતું લાગશે. ઓફિસમાં કામનો બોજ વધવાથી સાંજ સુધીમાં ભારે થાક અનુભવાશે. જૂના આપેલા પૈસા પાછા મળવામાં વિલંબ થઈ શકે છે, તેથી આજે કોઈને નવું ઉધાર આપવાનું ટાળવું. પરિવારમાં કોઈ સભ્ય સાથે વિચારસરણી ન મળવાને કારણે મતભેદ થઈ શકે છે. માનસિક શાંતિ માટે થોડો સમય એકાંતમાં વિતાવવો અને ઊંઘ પૂરી લેવી. (ઉપાય: ગાયને રોટલી કે લીલું ઘાસ ખવડાવો.)

તુલા રાશિ: આજે દિવસની શરૂઆતમાં મન થોડું અશાંત રહી શકે છે પણ સાંજ સુધીમાં પરિસ્થિતિ સામાન્ય થઈ જશે. ઓફિસ કે કાર્યક્ષેત્રમાં ચાલતા રાજકારણથી દૂર રહેવું જ તમારા હિતમાં છે. પૈસાના મામલે હાથ થોડો ખેંચીને ચાલવું, કારણ કે અણધાર્યા ખર્ચાઓ આવી શકે છે. જીવનસાથીનો પૂરો સહયોગ મળશે જે તમારું મનોબળ વધારશે. હવામાનના બદલાવના કારણે શરદી, ઉધરસ કે ગળામાં ઈન્ફેક્શન જેવી તકલીફ થઈ શકે છે. (ઉપાય: સરસ્વતી માતાનું ધ્યાન કરો.)

વૃશ્ચિક રાશિ: આજે ગુસ્સા અને વાણી પર કાબૂ રાખવો બહુ જરૂરી છે, નહિતર બનેલું કામ છેલ્લી ઘડીએ બિગડી શકે છે. વાહન ચલાવતી વખતે ઉતાવળ ન કરો અને ટ્રાફિકના નિયમો ફોલો કરો. વેપારમાં નાનો-મોટો નફો થઈ શકે છે પણ અતિશય વધારે સાહસ ન કરવું. પરિવાર સાથે કોઈ ગંભીર કે આર્થિક વિષય પર ચર્ચા થશે. સ્ક્રીન ટાઈમ વધારે હોવાને કારણે આંખોમાં બળતરા કે ઊંઘ પૂરી ન થવાની ફરિયાદ રહેશે. (ઉપાય: શનિદેવનું સ્મરણ કરો.)

ધન રાશિ: આજે દિવસ ઉતાર-ચઢાવ વાળો રહેશે. દિવસની શરૂઆતમાં તમે જે પ્લાનિંગ કર્યું હશે, તે પ્રમાણે કામ નહીં થાય તો થોડી ચિંતા અનુભવાશે. પૈસાની આવક સામાન્ય રહેશે પણ સામે ઘરગથ્થુ વસ્તુઓ પાછળ ખર્ચ પણ તૈયાર જ હશે. ભાઈ-બહેન સાથે કોઈ વાત પર બોલાચાલી ન થાય તેનું ધ્યાન રાખવું. વધારે પડતું વજન ઊંચકવાથી કે દોડધામ કરવાથી કમર કે સાંધાનો દુખાવો ઉપડી શકે છે. (ઉપાય: ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો.)

મકર રાશિ: આજે તમારું ધ્યાન રચનાત્મક કામોમાં વધુ લાગશે. જૂના અનુભવોમાંથી શીખીને આગળ વધશે અને સફળતા મેળવશે. ઓફિસમાં તમારી જવાબદારીઓ ઉત્સાહપૂર્વક પૂરી કરી શકશો. ઘરના વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શન મળશે. નાણાકીય સ્થિતિ સામાન્ય અને સ્થિર રહેશે. (ઉપાય: ગરીબ કે જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન આપો.)

કુંભ રાશિ: આજે તમારી કાર્યશક્તિ અને નવી રીતે વિચારવાની ક્ષમતામાં વધારો થશે. દોસ્તો અને નજીકના લોકો સાથે સમય વિતાવવાથી મન પ્રસન્ન તેમજ હળવું રહેશે. નોકરી અને બિઝનેસમાં રોજના આયોજન મુજબ જ બધું સગવડતાપૂર્વક ચાલશે. લવ લાઈફમાં પાર્ટનર સાથે ખુલ્લા મનથી વાતો કરવાથી એકબીજા પ્રત્યે સુમેળ અને આદર વધશે. શારીરિક રીતે ફીટ અને તંદુરસ્ત રહેવા માટે બહારનો ખોરાક ટાળવો. ઘરનો હળવો ખોરાક જ પસંદ કરવો. (ઉપાય: પીપળાના વૃક્ષ પાસે દીવો પ્રગટાવો.)

મીન રાશિ: આજે સકારાત્મક વિચારસરણી સાથે કામની શરૂઆત કરવાથી તમને તમામ ક્ષેત્રોમાં ઈચ્છિત સફળતા મળશે. કામકાજમાં તમારા દ્વારા કરવામાં આવેલા સતત પ્રયાસોનું ફળ મળવાનું શરૂ થઈ જશે. નાણાકીય રોકાણ અંગે કોઈ અનુભવી અથવા વડીલની સલાહ લેવી ખૂબ જ હિતાવહ રહેશે. પરિવારનો પૂરો સાથ-સહકાર મળવાથી તમારો આત્મવિશ્વાસ બેવડાશે. સાંજનો સમય હળવાશમાં વિતાવવો અને રાત્રે સમયસર ઊંઘ લેવી, જેથી આખો દિવસ તાજગી જળવાઈ રહે. (ઉપાય: ભગવાન વિષ્ણુને ચણાની દાળ અને હળદર અર્પણ કરો.)
Published On - 6:01 am, Wed, 12 August 26